________________ પરમાત્માના ગુણો ગાતા-ગાતા હું મારા આત્મામાં રહેલા ગુણોને અનુભવું એવો ભાવ કરતા કરતા સ્વભાવમય બની જાય ત્યારે અપૂર્વ આનંદની પ્રાપ્તિ થાય. "દીઠો સુવિધિ જિદ સમાધિ રસે ભર્યો હો લાલ.' ભાસ્યો આત્મા સ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ, સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ, સત્તા સાધન માર્ગ ભણી તે સંચર્યો હો લાલ." (પૂ. દેવચંદ્ર વિજયજી મ.) આમ વિભાવ દશાને છોડી સ્વભાવ દશાને પામવાની છે. પર’ આલંબન છોડી 'સ્વ' આલંબન પકડી લેવાનું છે. ગુણો ગાતા ગાતા પ્રતિમા પણ વિસરાઈ જાય અને તેને ઠેકાણે પોતાનો આત્મા ગોઠવાઈ જાય. "આતમશાન નહિ જ્યાં સુધી ફોગટ કિયા કલાપ, ભટકો ત્રણે લોકમાં, શિવ સુખ ન લાહો આપ.' (પૂ. દેવચંદ્ર વિજયજી મ.) જેમ જેમ શુધ્ધ આત્માનો અનુભવ થશે તેમ તેમ તે વિશેષ વિરતિ તરફ આગળ વધશે. આત્મા મોહના કારણે પરના સંયોગો સાથે રહેલો છે. તે હવે મોહને હટાવી પરના સંબંધોને પ્રતિજ્ઞાપૂર્વક છોડતો જાય. 'सम्यग् दर्शन शुध्ध ज्ञानं विरतिमेव चाप्नोति' (તત્ત્વાર્થ કારિકા.) સમ્યગદર્શન વિનાનું જ્ઞાન એજ્ઞાન નથી. જ્ઞાન નથી તો ચારિત્રક્યાંથી? તો મોક્ષ ક્યાંથી? અને મોક્ષ વિના નિર્વાણ ક્યાંથી? જે જ્ઞાન ક્રિયાથી યુક્ત હોય તે જ આત્મહિતનું કારણ બને છે. સર્વ સંયોગથી રહિત અવસ્થા તે નિર્વાણ અવસ્થા. જ્ઞાનસાર-૩ || 181