________________ ઘાતી કર્મના નાશથી ભાવમોક્ષ પહેલાં થાય અને અઘાતી કર્મના નાશથી દ્રવ્યમોક્ષ થાય. સર્વપુગલના રાગથી મુક્તિ થવી એ દ્રવ્ય મોક્ષ છે. ગાથા : 2 કિયાવિરહિત હન, શાનમાત્રમાનર્થકમ્ | મતિ વિના પથaોડપિ નાખ્ખોતિ પુરમીણિતમ્ રાા ગાથાર્થઃ ક્રિયા વિનાનું કેવલ એકલું જ્ઞાન (અભિમાનાદિ કરાવવા દ્વારા) નિરર્થક છે. માર્ગને જાણનારો માણસ પણ ચાલવાની ક્રિયાવિના ઈચ્છિત નગરમાં પહોંચતો નથી. (સીમંધર સ્વામીનું 125 ગાથાના સ્તવન–પમી ઢાળમાં તેનું સવિસ્તાર વર્ણન છે.) જીવમાં જ્ઞાન અને ક્રિયા બને કર્મબંધનું તેમજ નિર્જરાનું કાર્ય કરે છે. બંધ એ સંસાર છે અને નિર્જરા એ મોક્ષ છે. સ્વ–પરનું પ્રકાશન કરે એ જ જ્ઞાન, બાકીનું અજ્ઞાન. અજ્ઞાન એ જ મોટામાં મોટું દુઃખ છે. જ્ઞાન પોતે સુખ સ્વરૂપ છે. એનાથી આત્માને સુખ સાંપડે છે માટે જ્ઞાનમય બનવાનું છે. સ્વ સ્વરૂપમાં રમણતા કરાવે તે ક્રિયા નિર્જરાનું કારણ બને. પરમાં રમણતા કરાવે તે બંધનું કારણ બને. આત્મવીર્યચારિત્રના ગુણમાં પરિણામ પામે ત્યારે તે આત્મગુણોને અનુભવનારો બને છે. પૌષધમાં મુહપત્તિનું પડિલેહણ કરો તો વ્યવહારથી ચારિત્રની ક્રિયા થઈ પણ ગુણમય થઈ કે નહીં? તે જાણવાનું લક્ષ છે ખરું? કે પછી ફટાફટ ક્રિયા કરો, તો હિંસા કરો છો. ચરવડાની દશી વડે જયણા કરવાની છે. ઉપકાર કરે તે ઉપકરણ જો તે દ્રવ્ય પ્રાણની જ રક્ષા ન કરે તો ભાવપ્રાણની રક્ષા તો કરે જ ક્યાંથી? અત્યારે તો ઉપકરણ શોભા માટે છે. સાધન શાસ્ત્રવિહિત જોઈએ તો જયણા અને ક્રિયા શુધ્ધ થાય. જ્ઞાનને ક્રિયામાં વણી લેવાનું છે. શરીર સાથે કષાયનું આત્મા દ્વારા પ્રમાર્જન કરવાનું છે. દરેક ક્રિયાનો અભ્યાસ પાડવો જોઈએ. જે આત્મવીર્ય જ્ઞાનસાર-૩ || 182