________________ પીડા થતી હશે? હુષ્ટપુષ્ટ પુરુષના એકએક અંગને છેદતા પીડા વધતી જાય તેમ એક જીવને છેદતાં આવી પીડા થાય આ જે જાણવું તે દ્રવ્યજ્ઞાન છે. અને એકેંદ્રિયને છેદતાં જોઈ આપણને જાણે પચેદ્રિય છેદાઈ રહ્યો છે તેવી કરુણા પેદા થાયતે ભાવજ્ઞાનબને.જ્યારે કરુણા દ્વારા તેમાં રહેલા મોહને છોડી–તે જીવોને આપણા તરફથી પીડામુક્ત કરીએ, અભયદાન આપીએ તો તે સ્વભાવજ્ઞાન. प्रतिकारपरा बुध्धि कारूण्यमाभि धीयते / (અધ્યાત્મ કલ્પદ્રુમ) કોઈનું દુઃખ જોઈને દુઃખ દૂર કરવાનું મન થાય તે કરુણા છે. કદાચ કેરીને છોડી ન શકાય તો પણ દુઃખ અને પશ્ચાતાપ થાય કે આટલી વેદના જોવા છતાં મારાથી આ છૂટતી નથી આ ભાવ છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. પહેલા ભાવથી વિરામ પામે પછી દ્રવ્યના ત્યાગરૂપ વિરતિ આવે. સમ્યક્ દર્શન પ્રગટે એટલે પચ્ચક્કાણપૂર્વક તેનો ત્યાગ કરે ત્યારે તે ભાવજ્ઞાન સ્વભાવરૂપ બને અભવ્યનો જીવ અપ્રધાન દ્રવ્ય છે. તેથી તે ભાવજ્ઞાન પામી ન શકે. જ્યારે ભવ્ય જીવો અપુનબંધકદશામાં આવે ત્યારે તે પ્રધાન દ્રવ્ય બને છે. કેમ કે તે આસન ભવ્યની ભૂમિકાને પામી ગયા છે. ભાવ ચૈત્યવંદનના અધિકારી પાંચમે ગુણસ્થાનકે રહેલા અપુનબંધક જીવો કે સમ્યગદર્શન પામેલા જીવો બને છે. તે જીવો પમા ગુણઠાણે પહોંચે ત્યારે તે પરમાત્મામય–વીતરાગમય અંશથી બનવાના પ્રયત્નમાં હોય. જ્યાં સુધી ભાવ હોય ત્યાં સુધી પ્રશસ્ત કષાય હોય. જે દ્રવ્ય ક્રિયા- ભાવ ક્રિયાનું કારણ બનવાની હોય તે વાસ્તવિક દ્રવ્યક્રિયા ભાવ ક્રિયાનું કારણ બને. અનુભવવા માટે ભાવ કરી સ્વભાવમય બનવાનું છે. જ્ઞાનસાર-૩ || 180