________________ જડ વસ્તુ પ્રત્યે આત્માને વૈરાગ્યથી વાસિત બનાવવાનો છે. એટલે રાગ જીતાય. જીવ પ્રત્યેના દ્વેષને જીતવા માટે મૈત્યાદિ 4 ભાવોથી આત્માને ભાવિત કરવાનો છે. 0 કયો આત્મા તરે અને તારનારો થાય. આવો જિતેઢિયઆત્મા વૃક્ષની હરિયાળી હોય, નદીને કાંઠે બેઠો હોય, શીતળ–મંદ વાયુ વાતો હોય, વાતાવરણમાં મધુર સુગંધ ફેલાયેલી હોય છતાં તે ભાવિતાત્મા સ્વભાવ રમણતામાં જ પ્રવૃત્ત થયેલો હોય તેનું તે જ્ઞાન વિષયરૂપ બનતું નથી માટે તે જિતેંદ્રિય કહેવાય છે. પાંચે ઈદ્રિયોનો યોગ હોવા છતાં તેવો આત્મા વિષયોને શેયરૂપે જાણતો હોય પણ વિશેષથી પોતાના આત્માના સ્વરૂપને શેયરૂપે પકડીને સ્વસ્વભાવમાં પ્રવર્તમાન હોય. શેયના જ્ઞાતા બની દષ્ટાભાવે–તટસ્થભાવે રહેવાનું છે. કષાયોને અંકુશમાં લીધા વિના વિષયોને જીતી શકાય નહિ. આવો જિતેંદ્રિય આત્મા ભવરૂપી સમુદ્રને સ્વયંતરનારો થાય છે અને બીજાને ઉપદેશાદિ દ્વારા તારનારો બને છે અને જેને તરવાનો ભાવ છે તેવા આત્માને તારનારો બને છે. વિષય અને કષાયથી જીતાયેલો આત્મા જ સંસાર છે અને તેને જ જીતનારો આત્મા ભવસમુદ્રનું શોષણ કરે છે, અને મોક્ષ સ્વરૂપને પામે છે. પરમાત્મા કહે છે કે પ્રથમ તું તારામાં રહેલા અજ્ઞાનને દૂર કર, જ્ઞાની બન પછી તે જ્ઞાન પ્રમાણે ક્રિયામાં તત્પર બને તો તું આત્મગુણોને અનુભવી આ ભવસમુદ્રને તરી જઈશ. તેવા જ આત્માઓ આશ્રિતને ઉપદેશ આપીને તારે છે. અનુભવ યોગીઓ પાસે રહેલા આશ્રિતો વગર ઉપદેશે પણ તરી જાય છે. તરવાની બુધ્ધિવાળો અનુભવયોગીઓનો આશ્રય કરે. સમ્યગુદર્શન અને સમ્યજ્ઞાનથી યુકત એવો નિર્મળ આત્મસમ્યગુ ચારિત્રથી પરિણત બનેલો હોય. પોતાના ગુણોને અનુભવવા આત્મવીર્યપરમાં જતું અટકાવી સ્વમાં પ્રવર્તમાન કરી મોહને હટાવતો જાય અને સ્વગુણોને અનુભવતો જાય. જ્યાં રુચિ હોય ત્યાં પુરુષાર્થ સહજ થઈ જાય. જ્ઞાનસાર–૩ // 178