________________ સિધ્ધનો આત્મા પોતાની પાંચ ગુણ રૂપી રમા = લક્ષ્મીમાં સદાય રમી રહ્યો છે. આપણો આત્મા વર્તમાનમાં ઘણા પુરુષાર્થથી ૭માં ગુણ સ્થાનકે ૨–૩સમય સુધી એવી રીતે રમી શકે. પોતાના સમતારસને કોઈપણ પ્રકારના પર સાધન વિના અનુભવી શકે. મોહથી નિવૃત્ત બનેલા અર્થાત્ જે જીવો વિષયોને આધીન થતા નથી તેવા જિતેંદ્રિય આત્માઓ આત્મગુણોમાં જ વિશ્રામ પામી સમતા ગુણને અનુભવનારા હોય. કાં તમે ગીતાર્થ બનો, કાં તો એવા સમર્થ ગીતાર્થ અનુભવીઓનું શરણ લઈ લો. માવતીમાન્ હિમ પ્રાપ્તવ્ય અવશિષ્યતે | સ્વભાવ-લાભ સિવાય જગતમાં બીજું કશું પ્રાપ્ત કરવા જેવું નથી. . જ્ઞાન બે પ્રકારે a દ્રવ્ય શાન, અને ભાવશાનઃ ભાવ શાન કોને કહેવાય? ભાવના રહિત જ્ઞાનનેદ્રવ્યજ્ઞાન કહેવાય. વચનનો જેમાં વ્યવહાર હોય અને મનની અંદર વિચારણારૂપે વિકલ્પ થતા હોય તેવા જ્ઞાનને દ્રવ્ય જ્ઞાન કહેવાય. મનમાં પદાર્થના બોધ સાથે તે પદાર્થનું ચિંતન ચાલુ હોય તેવું સંવેદનવાળું જ્ઞાન પણ દ્રવ્યજ્ઞાન છે. આવા દ્રવ્યજ્ઞાન દ્વારા આત્મા પોતાના ગુણોને અનુભવતો હોય ત્યારે તે જ્ઞાન ભાવજ્ઞાન બને. સૂત્ર બોલવું, અર્થનો ઉપયોગ. જુદી જુદી રીતે અર્થની વિચારણા કરવી તે પણ દ્રવ્યજ્ઞાન કહેવાય. સૂક્ષ્મમાં સૂમ અર્થની વિચારણા કરતાં-કરતાં મોહના પરિણામને છોડી પોતાનો આત્મા જ્યારે ગુણમય બને ત્યારે ભાવજ્ઞાન કહેવાય. દા.ત. કેરીના રસનું જ્ઞાન થાય કે કેરી એકત્રિય જીવ છે. બહાર દેખાતી એની કાયા છે, તેમાં આત્મા રહેલો છે. આ જીવને છાલ–ગોટલીથી દૂર કરવામાં આવે તો તેમાં જીવ સાથે જાય. આ છાલ વિ. ઉતારતાં તે જીવને કેટલી બધી જ્ઞાનસાર-૩ // 179