________________ મળી જશે. બીજાએ કહ્યું કે મરી જશે. બહારગામ ગયેલ પુત્ર માતાને મળી ગયો. આથી ૧લો વિદ્યાર્થી બહુમાનથી ભણેલો તેથી એને જ્ઞાન પરિણમ્યું બીજાને જ્ઞાન પરિણામ ન પામ્યું. (3) કાર્મિકી બુદ્ધિ કામ કરતાં કરતાં આવડી જાય.શિલ્પીના દીકરાને શીખવું ન પડે. (4) પારિણામિકી બુદ્ધિઃ વયના પરિપાકથી કે પ્રસંગોના અનુભવથી આવે તે. 10 પૂર્વધર નંદીષેણ મુનિના એક શિષ્યને દીક્ષા છોડવાના ભાવ થયા. ગુરુને વાત કરી. ગુરુએ કહ્યું કે વીર-પ્રભુના સમવસરણમાં જઈએ પછી છોડવું હોય તો છોડાય. ત્યાં નંદીષેણની પદ્મિની જેવી 500 સ્ત્રીઓને જોતા થયું કે ગુરુ આ બધીને છોડીને આવ્યા અને હું દીક્ષા છોડી સ્ત્રીની પાછળ પડું ના, ના-દીક્ષા નથી છોડવી. મુનિ દીક્ષામાં પાછા સ્થિર થઈ ગયા. શુધ્ધાત્મદશાને પકડીને અર્થાત્ ભેદ જ્ઞાનમાં તત્પર હોય તે વખતે કાયાથી જલ્દી છૂટવાનો પરિણામ હોય ત્યારે આંશિક રીતે પોતાના ગુણને અનુભવતો હોય, આવો ભાવિતાત્મા જિતેંદ્રિય બની શકે. તે ભવ તરવાને યોગ્ય છે કારણ તેને શુધ્ધ સ્વરૂપ રમણતા સ્વરૂપે વરેલી છે. જિતેન્દ્રિય પાંચ ઈદ્રિયોના વિષયોમાં રાગ દ્વેષ ન કરે તો જ ભવથી તરે. પાંચ ઈદ્રિયોના પાંચે અથવા ર૩ વિષયો અનુકૂળ મળે તો રાગ નહીં કરનારો અને પ્રતિકૂળ મળે તો ષ નહીં કરનારો આત્મા જિતેંદ્રિય વિષયોને કારણે સેવે પણ ખરા પણ રાગાદિ ન કરે. ઉપવાસના પારણે રાગ છોડવાનો. આથી જ કરેલા ઉપવાસના ત્યાગનો રાગ કરવાનો નથી, રાગનો ત્યાગ કરવાનો છે. રાગનો ત્યાગ થાય તો જ જિતેંદ્રિય બનાય. દા.ત. કંડરીકે 1000 વર્ષ સંયમ પાળ્યું પણ એક દિવસ આસક્તિ પૂર્વક મૂઢ બનીને ખાધુ. એક વાર ખાધેલી વસ્તુના અનેકવાર ખાવાના ભાવ કર્યા તેથી નરકે ગયો. જ્ઞાનસાર–૩ || 177