________________ જ્ઞાન એ જ પરમ ધન છે. આત્માનું ધન છે. માટે તેને પામવા માટે ઉદ્યમશીલ બનવાનું છે. દેખે તો ચેતન નહિ, ચેતન નહિ દેખાય, રોષ તોષ કિનશું કરે, આપહી આપ બુઝાય. | (સમાધિ શતક) 2. સ્વરૂપ એટલે શું? અર્થાત્ સ્વરૂપ ચિંતનનો શું લાભ? જે દેખાય છે તે હું નથી. અરિસામાં જે દેખાય છે તે હું નથી તેનાથી વિપરીત છું. રૂપી નહિ પણ અરૂપીછું. આથી રૂપબગડે તો આપણે બગડીએ નહિ, વિચલિત ન થઈએ. અરૂપી કદી બગડે નહિ તો પછી બહારનું બગડે એમાં મારે શું? ટાપટીપની શી જરૂર? 'જ્ઞાન સુખની ખાણ છે, દુઃખની ખાણ અજ્ઞાન.' માટે જ અરૂપીના દર્શન કરવાના છે, પોતાનામાં ને પારકામાં અરૂપીના જ દર્શન કરવાના. જ્ઞાન શુધ્ધ હોય તો જ ક્રિયા શુધ્ધ થાય. આત્મામાં પ ગુણ છે. જ્ઞાનદર્શન–ચારિત્ર–તપ–વીર્ય. વીર્ય એ આત્માની શકિત છે. આત્માની દરેક પ્રવૃત્તિમાં એ કાર્ય કરે છે. નવપદમાં ગુણી 5 અને ગુણ 4 છે. વીર્ય બધામાં સમાયેલું છે. જ્ઞાનવીર્ય - દર્શનવીર્ય - ચારિત્રવીર્ય - તપવીર્ય માટે ગુણીની આરાધના દ્વારા ગુણને પ્રાપ્ત કરવાના છે. જે વીર્યઆત્માને આત્માની સન્મુખ લઈ જાય તે આત્મવીર્ય છે. આત્મવીર્યના કારણે બધી ક્રિયા થાય છે. કાયા માટે જે આત્મવીર્ય રાગને પોષવાનું કાર્ય કરે તે જ રાગને તોડવાનું કાર્ય પણ કરે છે. અત્યાર સુધીની ખોટી ક્રિયાનો પસ્તાવો થાય કે અત્યાર સુધી પાપાચરણમાં જ લપેટાયો. હવે મારે પાપને તોડવાનું કાર્ય કરવું છે, તો તે આત્મવીર્ય આત્માની શુદ્ધિ કરશે. સમજણપૂર્વકની નાની ક્રિયા પણ મોશે પહોંચાડે છે. સમજણ વગરની જ્ઞાનસાર-૩ // 175