________________ દા.ત. માસતુષ મુનિ"મારુષ–મા તુષ" સૂત્ર દ્વારા જ કેવલજ્ઞાન પામી ગયા. સૂત્રો આત્મામાં રહેલા ગુણોને પ્રગટાવનાર અર્થાત્ તત્ત્વથી તેના અર્થને જ જણાવનાર હોય. સૂત્રનો ઉચ્ચાર સ્પષ્ટ હોવો જોઈએ. તેના ઉચ્ચાર દ્વારા જ તેમાં રહેલા ભાવને પકડી શકાય. સર્વજ્ઞ કથિત સૂત્ર દ્રવ્ય–ગુણ પર્યાયથી યુક્ત જ હોય. આમ જ્યારે સૂત્રો દ્વારા આત્માના ગુણો સાથે આત્મવીર્ય જોડાય ત્યારે તે ભાવક્રિયા સ્વરૂપ બને છે. જ્ઞાની ક્રિયા કરનાર હોય છે. જેમ જેમ આત્મામાં જ્ઞાન પરિણામે તેમ તેમક્રિયા ગમે. ઉપધાનમાં તમે સૂત્રને વિધિસર ગ્રહણ કરો છો. સૂત્રએ જ્ઞાન એને ગ્રહણ કરે તે જ્ઞાની. પરંતુ તે દ્રવ્યથી જ્ઞાની કહેવાય. માત્ર સૂત્ર અર્થભણે તેઓ એ જ્ઞાની ન કહેવાય પણ અર્થતત્ત્વ રૂપે પરિણમે ત્યારે તે સાચો જ્ઞાની કહેવાય. કિયામાં તત્પર : મુક્તિના સાધનભૂત તથા અસાધારણ કારણભૂત એવા સમ્યદર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગૂ ચારિત્રની શુધ્ધિ-વૃધ્ધિ થાય તેવી તેને અનુસરનારી મન, વચન અને કાયાની યોગ પ્રવૃત્તિરૂપ શુભ ક્રિયાવાળો જે આત્મા છે તે આત્મા ક્રિયામાં તત્પર કહેવાય છે. અર્થાત્ આત્માના જ્ઞાનાદિ ગુણોને અનુસરનારી = ગુણોની શુધ્ધિ-વૃધ્ધિ કરે તેવી આત્માના વીર્યની પ્રવૃત્તિ સ્વરૂપ જે શુભક્રિયા છે તે ક્રિયા કરવામાં જે તત્પર ઉદ્યમશીલ છે. 0 આત્માને કિયારૂપ કષ્ટ શા માટે વેઠવું પડે છે? આત્માએ મન-વચન-કાયાના યોગથી અસક્રિયા અર્થાત્ ઊંધી જ ક્રિયા કરી છે. તેથી તેનું ભવભ્રમણ ચાલુ જ છે. આ ભવભ્રમણના દુઃખથી બચવા પરમાત્માએ બતાવેલી સક્રિયા કરવી પડશે તો જ આત્મા કર્મરહિત બની પોતાના મૂળ સ્વરૂપ (સિધ્ધાવસ્થા)ને પામશે. તેને પામવા માટે જ બધી ધર્મક્રિયાઓ બતાવાવમાં આવી છે. તે માટે પરભાવ = વિભાવનો ત્યાગ કરવાનો છે. જ્ઞાનસાર-૩ || 173