________________ (2) ગુણ તરીકે તેમાં મીઠાશ-સુગંધ આદિ છે. (3) પર્યાય તરીકે તે અણુરૂપે હતો. તેમાં અનંતા-અનંતા અણુનો સમૂહ ભેગો થવાથી સ્કંધરૂપે બન્યો અને મિષ્ટાન્નરૂપે પર્યાય થયો. દરેકના પૂર્વ પર્યાયવર્તમાન અને અંતિમ પર્યાયવિચારવા, પૂર્વવિષ્ટા તરીકે ખાતર રૂપેહતો, પછી ઘઉંના પર્યાય તરીકે પછી લોટ રૂપે–વર્તમાનમાં સાકર આદિ ભળવાથી ગુલાબજાંબુ તરીકે અને વાપર્યા પછી ભવિષ્યમાં ફરી વિષ્ટા રૂપે થશે. આ રીતે દ્રવ્ય-ગુણ–પર્યાયથી દરેક વસ્તુને સમજવાથી યથાર્થ બોધ થાય. યથાર્થ બોધ થયા પછી એ પુદ્ગલ દ્રવ્ય છે. અશાશ્વત છે માટે આત્મા માટે હેય જ છે તેવો વિચાર આવે તો સમ્ય દર્શનનો વ્યવહાર થાય. મારે ફક્ત પુદ્ગલ જ્ઞાતા તરીકે વ્યવહાર કરવાનો છે. આગળ તેની સાથે વ્યવહાર કરવો પડે તો ઉદાસીન ભાવે વ્યવહાર થાય અને રાગાદિ પરિણામ ન થાય. 0 કિયા ફળવાન કેમ ન થાય? ફકત જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય તો પોતાના ગુણોનું જ્ઞાન થાય પણ તેમાં પ્રવૃત્તિ કરવાનો ભાવ પ્રગટ ન થાય. આથી તે પોતાના આત્મવીર્યને પુગલની પાછળ પ્રવર્તમાન કરશે. સર્વજ્ઞકથિત ક્રિયા કરવા છતાં પોતાના ગુણોનો અનુભવ નહીં કરી શકે. મારે ક્રિયા દ્વારા આત્માનો અનુભવ કરવો છે તે લક્ષ ન બંધાય તો માત્ર પુણ્યબંધ થાય,નિર્જરા ન થાય. "વ્યવહાર કિયા નિપુણ ભયો, અંતરંગ દષ્ટિ ન ાગી, સ્વર્ગાદિક ફળ પામી, નિજ કારજ ન સિધ્ધો...' પૂ. દેવચંદ્ર વિજયજી મ.) આપણી રુચિને ફેરવવાની છે. મિથ્યાત્વના ઉદયે રુચિ પરિણામ પુદ્ગલ તરફ છે તેને ફેરવીને આત્મલક્ષી બનવાનું છે. શરીર સાથે જોડાયેલું મન પુગલ તરફ લઈ જાય છે. દરેક ક્રિયામાં જ્ઞાનસાર-૩ // 171