________________ ઘણી ક્રિયા ભવભ્રમણને વધારનારી પણ બની શકે છે. આત્માનાં આનંદનો સ્વાદ આવી જાય તો સંસારનો આસ્વાદ છૂટી જાય. શાંત આત્મા ક્રોધ-માન-માયા અને લોભ એમ ચાર પ્રકારના કષાયોના તાપ વિનાનો જે આત્મા છે તેમજ રાગ-દ્વેષાદિ વિકારી ભાવો જેના ચાલ્યા ગયા છે તેનો આત્મા શાંત છે. નિસાહિઆએ-શબ્દ બોલતાં પ્રણિધાન વંદનની ક્રિયામાં જોડાઈ જાય. વંદન વખતે આત્મવીર્ય જ્ઞાનયોગ સાથે જોડાયેલું હોવું જોઈએ. અર્થાત્ ઉપયોગ માત્ર ગુણ ગુણીને વંદનાનો હોવો જોઈએ. વંદન કરતાં આત્મા કાયા અને યોગમાં હોવા છતાં દેહાતીત, યોગાતીત અવસ્થાને અનુભવે. પોતે જે ક્રિયા કરે તેમાં એવો ઓતપ્રોત બની જાય કે બીજી બધી બાબતમાં તે ઉદાસીન હોય. ચિત્તની પ્રસન્નતા એવી હોય કે તેને એ ક્રિયાયોગમાં અપૂર્વ આનંદ આવે અને કષાયની મંદતા એકદમ થઈ જાય તેથી સહજ રીતે શાંત ભાવને પામી જાય. ભાવિતાત્માઃ ભાવિત એટલે સુસંસ્કારોથી વાસિત અર્થાત્ આત્માના શુધ્ધ સ્વરૂપમાં રત્નત્રયીમાં જ રમણતા કરનારો એવો જે આત્મા તે ભાવિતાત્મા કહેવાય. પોતાના સ્વરૂપનું ચિંતન કરે છે. જ્ઞાન પાંચ પ્રકારે છે. તેમાં પ્રથમ અશ્રુત મતિજ્ઞાનના (બુધ્ધિના) 4 પ્રકાર છે. (1) ઔત્પાતિકી બુધ્ધિ શાસ્ત્રાદિ કોઈના પણ સહાય વિના તરત કાર્ય પ્રસંગને અનુરૂપ જવાબ હાજર હોય. રાજાએ બાળક રોહકને રેતીના દોરડા બનાવવાનું કહ્યું બાળકે તરત જવાબ આપ્યો કે એક સંપલ મોકલાવો જેથી તે પ્રમાણે બીજા દોરડાબનાવાય. (2) વૈનેયિકી બુદ્ધિ વિનય કરતાં કરતાં જે બુધ્ધિ આવે તે. એક માજીનો ઘડો ફૂટ્યો. તો એક વિદ્યાર્થીએ કહ્યું કે તારો પુત્ર તને જ્ઞાનસાર-૩ || 176