________________ કે પૂરેપૂરુ છોડવાની હમણા શક્તિ નથી, પણ છોડવા જેવું જ છે એમ માનીને છોડશો તો ભાવ સામાયિક થાય. નહિંતર સામાયિકના આંકડા મળે– બીજું કાંઈ ન મળે. અર્થાત્ સમતાનો સ્વાદ ન મળે. દા.ત. કુમારપાળ મહારાજાને સાથળમાં મંકોડો ચોંટી ગયો. બે ઘડી શરીરની મમતા છોડીને બેઠા છે. આથી એમને એચટકો દુઃખરૂપ નથી લાગતો. પણ મંકોડો ચામડીમાં ભરાઈ ગયો છે તેની ચિંતા થાય છે. આથી તેને પીડા ન થાય માટે તેટલા ભાગની ચામડી ઉતારી નાખે છે. આપણે આપણા શરીરની મમતાના કારણે સામેનાની ચામડી ઉખેડી નાંખીએ. જ્ઞાનનું ફળ સમતા છે. સાવધાન ન રહીએ તો મમતા ન ઘટે અને સમતા ન આવે. માટે કહેવાય કે સામાયિક કરીને થઈ ગઈ a આત્માની આત્મા પ્રત્યે શી ફરજ? તું પિતા છે તેથી તારે પુત્ર પ્રત્યેની ફરજ બજાવવાની છે. પણ તું આત્મા છો એ ભૂલવાનું નથી. આત્મા પ્રત્યે તારી ફરજ કઈ? એ પ્રથમ વિચારવાનું છે. માટે જ ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે કે શ્રાવકવેશ્યા જેવો હોય. જેમ વેશ્યા બધાને ભોગવે છતાં બધાથી અળગી રહે તેમ શ્રાવક બધાની વચ્ચે રહ્યો હોય છતાં ન્યારો હોય.સ્વસ્વભાવમાંજ રમવાની ભાવનાવાળો અને આંશિક પ્રયત્નવાળો હોય. સમ્યગજ્ઞાનીમાં સૌ પ્રથમ સંવર કાર્યની રુચિ થાય છે કેમ કે પોતાના આત્મ સ્વરૂપને જાણ્યું છે કે સત્તાએ પોતે સિધ્ધ છે, વર્તમાનમાં કર્મની મલિનતાથી પોતે અશુદ્ધ છે એમ જાણે છે. તેથી સત્તાગત શુદ્ધ આત્માને ઉપાદેય માને છે અને કર્મની મલિનતાથી ઊભી થયેલી અને શુભ અશુભદશા બંનેનેનિશ્ચયથી હેય માને છે. નિશ્ચયથી પુણ્ય હેય અને વ્યવહારથી જે પુણ્ય આત્મ સ્વરૂપ પ્રગટાવવામાં સહાયક બને તેટલું ઉપાદેય અને બાકીનું પુણ્ય હેય. આમ જે જ્ઞાનસાર-૩ // 188