________________ તેનું કારણ તીર્થકર નામકર્મખપાવવા માટે અર્થાતુ પોતાનું પૂર્ણસિધ્ધત્વ પ્રગટ કરવા માટે. ગુણ પ્રાપ્તિનું લક્ષ પ્રથમ હોવું જોઈએ પછી પરોપકારનું લક્ષ હોવું જોઈએ. ગાથા : 1 શાની ક્રિયાપર શાન્તો, ભાવિતાત્મા જિતેનિયા સ્વયં તીણ ભવામ્ભોર, પરાસ્તારયિતું ક્ષમઃ III ગાથાર્થ: જ્ઞાની, ક્રિયામાં તત્પર, ઉપશાંત, ભાવિતાત્મા, જિતેંદ્રિય આત્મા સ્વયં પોતે સંસાર સમુદ્રથી તરેલો છે અને બીજાને તારવાને સમર્થ છે. શાની યથાર્થ તત્ત્વ સ્વરૂપનો જેને અવબોધ હોય તેને જ્ઞાની કહેવાય. કેમ કે તેનું જ્ઞાન પરિણમન સ્વરૂપ બને છે અર્થાત્ યથાર્થ ક્રિયા સ્વરૂપ બને છે. જેનો આત્મા ભાવથી ભાવિત થઈ તે તે જ્ઞાનની ક્રિયામાં રકત બને છે અને મોહ વાસનાને હણે કે સહજતાથી દૂર કરે તે વાસ્તવમાં જ્ઞાની છે. જે ભાવવધૂનથી ભવ ન વધે અને વિષયને આધીન ન થાય તે સાચો જ્ઞાની. યથાર્થબોધ - વસ્તુ જેવી છે તેવો જ બોધ થાય. સર્વજ્ઞકથિત જીવાદિ નવા તત્ત્વોને તે રીતે જાણીએ-સમજીએ તો બોધ સાચો થાય, પ્રવૃત્તિ પણ સાચી થાય. બોધ ખોટો તો પ્રવૃત્તિ ખોટી. ઘોડો લીલું જ ઘાસ ખાય, સુકું ન ખાય. આથી માલિકે ઘોડાને લીલા ચશ્મા પહેરાવી દીધા તો ઘોડો સુકુ ઘાસ લીલું માની ખાવા લાગ્યો. એ જ રીતે આપણને મિથ્યાત્વરૂપ ચશ્મા લાગેલા છે તેથી ગંદવાડ અને મંદવાડરૂપ ગટર જેવું શરીર પણ આપણને સારું લાગે છે. શરીર અશુચિથી જ ભરેલું છે છતાં મોહ છે. આથી જ્ઞાન યથાર્થ નથી. અંદરનું દેખાતું હોય તો ખબર પડે આમ જીવ અનાદિના અજ્ઞાનના કારણે ખોટી જ પ્રવૃત્તિ કરી રહ્યો છે અને પાછો એમાં રાજી થાય છે. ઉદા. ગુલાબજાંબુનો યથાર્થ બોધ કઈ રીતે થાય? (1) ગુલાબજાંબુ દ્રવ્ય તરીકે રૂપી પુદ્ગલ દ્રવ્ય છે તેથી અજીવ છે. જ્ઞાનસાર-૩ || 170