________________ (4) આદાનભંડમા નિક્ષેપણા સમિતિ આદાનલેવું–મૂકવું કોઈ વસ્તુ લેવા મૂકવા બે પ્રમાર્જન આવે. દષ્ટિથી પ્રમાર્જન–ચરવળાથી પ્રમાર્જન કરવાનું છે. લેતાં પહેલાંદષ્ટિથી જોઈ ચરવળાથી પ્રમાર્જન કરવું. જીવજંતુ છે કે નહિ તે જોવું. મૂકતાં પહેલા દષ્ટિથી જોઈ ચરવળાથી પ્રમાર્જન કરી મૂકવું. ચારિત્રના સાધન-જ્ઞાનના સાધન-સાપડો-પુસ્તકપોથી નવકારવાળી દરેક વસ્તુ આદરણીય છે માટે પુંજી–પ્રમાર્જીને જ લેવું મૂકવું. (5) પારિષ્ઠા પનિકા સમિતિ જેની જરૂરિયાત નથી અને જે સંયમમાં ઉપયોગી ન હોય તેનું વિસર્જન કરવાનું છે. સ્થડિલવિ. પાઠવવું હોય તો નિર્દોષ ભૂમિએ જઈ જોઈને પાઠવવું. જોયા વિના ફેંકીને ન આવવું. જીવોની વિરાધના ન થાય તે રીતે, ઉપરથી ઘા કરીને ન પરઠવવું, નીચે જોઈ વાંકા વળીને પરઠવવાથી વીર્યંતરાયનો ક્ષયોપશમ થાય તથા જયણા પળાય. આપણા આસનની નજીકની વસ્તુ કે ભૂમિને રોજ જોઈ લેવી જોઈએ કે કીડી વિ. જીવોનો ઉપદ્રવ નથી ને? મારા નિમિત્તે તે જીવોનાં અજાણતાં પણ પ્રાણ હણાતાં તો નથી ને? શુક્લ ધ્યાનમાં રજા પાયા પર આત્મા ન ચઢે = ક્ષપકશ્રેણિ ન માંડે ત્યાં સુધી 6 બાહ્ય અને અત્યંતર તપની આરાધના શક્તિ મુજબ સતત કરવાની છે. બારમા ગુણઠાણે પ્રાપ્ત થતા યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી (સાતમા ગુણઠાણા સુધી) સતત ચારિત્રાચારનું પાલન કરવું પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. એમ આઠ પ્રકારના ચારિત્રાચારના પાલનની યથાર્થ ક્રિયા કરવી. પરમ એવું શુકલધ્યાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તપાચારનું જ્ઞાનસાર-૩ // 168