________________ અનુકૂળતા મેળવવાનો ભાવ કરવો તે આર્તધ્યાન. પ્રતિકૂળતા કેમ ટળે તેના માટેના ઉપાયો સોચવા તે આર્તધ્યાન. અનુકૂળતા મેળવવા કે પ્રતિકૂળતા દૂર કરવા ક્રિયા-જૂઠ-ચોરી આદિ તીવ્ર પાપ કરવાના ભાવ તે રૌદ્ર ધ્યાન. મનને ધર્મધ્યાનમાં જોડવું તેને મનોગુપ્તિ કહેવાય. પહેલા મનને અશુભમાંથી શુભ ભાવમાં લઈ જવાનું પછી એમાંથી નીકળી શુધ્ધ ભાવમાં જવાનું. આત્મરમણતામય બની જવાનું. ભગવાનની આજ્ઞાની વિચારણા એ ધર્મધ્યાન, એમાં જ રહેવાનું. શક્તિ હોય તો ગુપ્તિમાં જ રહેવું. જેવી રીતે બાહુબલીજીએયુધ્ધના મેદાનમાં દીક્ષા લીધી-લોચ કરી, કાયોત્સર્ગમાં ઊભાં રહ્યા. જ્યાં સુધી કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી શરીર પર વેલો વીંટાઈ ગઈ. પંખીએ જટામાં માળા બાંધ્યા. ખબર શુધ્ધાં ન પડી આવી તન્મયતા જોઈએ. (2) વચનગુપ્તિ બને ત્યાં સુધી મૌન જ રહેવું જરૂર પડે તો મુહપત્તિના ઉપયોગપૂર્વક જ બોલવું. (3) કાયગુણિઃ કાયાનો સંકોચ કરવો. મોટે ભાગે કાઉસ્સગ્નમાં રહેવું. પાંચ સમિતિ - (1) ઈર્યાસમિતિઃ સમ્યક પ્રવૃતિથી સમિતિ. ઈર્યા ચાલવુંલકારણથી ચાલવું દર્શન–જ્ઞાન–ચારિત્રના કામ વગર ન ચલાય. કોઈને મળવા બહાર ન જવાય. પ્રયોજન વગરની ક્રિયા ન કરવી. પ્રયોજન આવે તો પ્રકાશવાળા સ્થાનમાં અવરજવર હોય. જયણા પળાય તે રીતે જવું, હાથમાં દંડાસન રાખવું. માત્રુ વિ. પરઠવા દંડાસણથી પૂજતા જવાનું. બાકી કારણવગર હલનચલન ન કરવું. રાગાદિભાવથી ન ચાલવું છાયામાં ચાલીએ તો રાગ પોષાય. તડકો કે ખરબચડો રસ્તો વિ. થી લેષ આવે. આમ દ્રવ્ય કાળ અને ભાવકાળ બંનેની રક્ષા કરવાની છે. શરીરમાં શક્તિ હોય, સમાધિ ટકતી હોય તો તડકામાં જ ચાલવું. કર્મનિર્જરા થાય. જ્ઞાનસાર-૩ // 16