________________ અનિcવપણુંઃ જે ગુરુ પાસે ભણ્યા હોઈએ તેમને છૂપાવવા નહિ. એટલે ભાવિમાં મોટા જ્ઞાની થાય તો પણ હું આપની પાસે ભણ્યો હતો તે યાદ રાખવું. (6) વ્યંજનશુધ્ધિ સૂત્રના અક્ષરો શુધ્ધ બોલવા. શુધ્ધિકરણથી ગોખવાં. (7) અર્થ શુધ્ધિ જેનો જે અર્થ થતો હોય તે જ અર્થ કરવો. (8) તદુભયઃ સૂત્ર અર્થ બને શુધ્ધિપૂર્વક કરવાં. જ્ઞાનપૂર્વકની ક્રિયાથી જ આત્માને લાભ થાય નહિતર સંમૂર્છાિમક્રિયા ગણાય. તેનાથી કોઈ લાભ ન થાય. સર્વજ્ઞ કથિત વાતમાં ક્યાંય શંકા ન થાય. આત્મા પોતે વીતરાગ છે. રાગ-દ્વેષવિનાનો છે. થોડો પણ રાગ મોક્ષ થવા ન દે.દા.ત. પ્રસન્ન ચંદ્ર રાજર્ષિ. કઠોર સાધનામાં પણ રાગના લીધે ૭મી નરકના દળિયા બાંધ્યા. સંગમે પ્રભુ વીર પર ઘોર ઉપસર્ગો કર્યા છતાં પ્રભુને વિચાર સુધ્ધા ન આવ્યો કે આ મારી પાછળ પડ્યો છે. જ્યાં સુધી વીતરાગતા ન આવે ત્યાં સુધી ચારિત્રાચારનું ચુસ્ત પાલન કરવાનું ચારિત્રાચાર એટલે અષ્ટ પ્રવચન માતા =પ સમિતિમ 3 ગુપ્તિ. અત્યારે તમે દેશવિરતિમાં છો તો આ પંચાચારનું પાલન કરવું પડે, નહિતર અતિચાર લાગે. અષ્ટ પ્રવચન માતાઃ સંયમરૂપી બાળકને જન્મ આપી. વીતરાગ બને ત્યાં સુધી પોષણ કરે. ગુપ્તિ ઉત્સર્ગ માર્ગ છે. સમિતિ અપવાદ માર્ગ છે. ગુપ્તિમાં ન રહી શકો તો સમિતિમાં આવવાનું છે. ગુપ્તિ એટલે આત્માએ એના સ્વભાવની બહાર ન જવું. B ત્રણ ગુણિઃ (1) મનોગુપ્તિઃ મનમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાનનો ત્યાગ. ઈષ્ટ–વસ્તુ જ્ઞાનસાર-૩ // 15