________________ (i) સૂર્યોદયથી મધ્યાહનકાળ (પુરિમઢ પચ્ચકખાણથી 1 ઘડી ઓછી) એટલે પ્રાયઃ કરીને 12 વાગ્યા સુધી ભણી શકાય. આગળ આગમ સૂત્ર ન ભણાય. સ્તવન-સ્તુતિ કરી શકાય. સૂર્યોદય વખતે પડિલેહણ થાય તે પહેલાં પ્રતિક્રમણ કરી લેવું જોઈએ. સૂર્યોદય પહેલા બે ઘડી સૂત્રોન ભણાય. પુરિમુઢના સમયે નાભિકમલ પૂરેપૂરું ખુલી જાય તેથી ખોરાક પચવામાં સારું પડે. (i) પરિમુડૂઢ પછી એક ઘડી વિત્યા બાદ 1 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી સ્વાધ્યાય થાય. સૂર્યાસ્ત પછી બે ઘડી સ્વાધ્યાય ન થાય. (ii) રાત્રિના મધ્યાહન કાળે પહેલાં ને પછી એકેક ઘડી (ર૪ મિનિટ) સ્વાધ્યાય ન થાય. (ર) વિનય ગુરુનો-પુસ્તકનો વિનય કરીને ભણવાનું છે. ગુરુને વંદનાદિ કરીને ભણવું. (3) બહુમાનઃજ્ઞાન જ્ઞાની અને જ્ઞાનના સાધન–વિધિ આદિ પર શ્રધ્ધા બહુમાન પૂર્વક જ્ઞાન ભણવું. (4) ઉપધાનઃ આ જ્ઞાનનો પરમ આચાર છે. તેના દ્વારા આત્મામાં સૂત્ર-અર્થ-તત્ત્વ પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય. નવકાર મળ્યો એટલે 14 પૂર્વ ભાવથી મળ્યા. તેને ભણવાનો પરિણામ થાય માટે ઉપધાન તપ છે. કેવળજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી ભણવાનો દઢ નિર્ધાર વેયાવચ્ચ અને માળા ગણવાની. સૌ પ્રથમ તો આવશ્યક સૂત્રો ગોખવાના પછી સદગુરૂની સલાહ મુજબ જીવવિચાર–નવતત્ત્વ ભણવાનાં છે. જ્ઞાન સાર-૩ || 164