________________ રોગો મટાડી દઈએ. ચક્રીએ હાથ પર થૂક લગાડ્યું તો તેટલો ભાગ કંચનવરણો થઈ ગયો. કહે હું જ મારા રોગો મટાડી શકું છું. પણ મારે તેમ નથી કરવું. અનંતા ભવોના બાંધેલા કર્મરોગોને મીટાવવા છે. દેવો ભક્તિથી નમન કરી ચાલી ગયા. (4) અમદષ્ટિઃ જે મોહમાં મૂઢ હોય તેને સર્વજ્ઞની વાત જ યાદ ન આવે. અર્થાત્ મૂઢ = મૂર્ખ, વિચાર શકિતનો અભાવ, અમૂઢ દષ્ટિ જિનવચન સૂક્ષ્મ બુદ્ધિથી દીર્ધદષ્ટિથી વિચારે તેથી ક્યાંય મુંઝાય નહીં. . (5) ઉપબૃહણાઃ નાના પણ સગુણને જોઈ મોટાઓ પણ વખાણ કરે. માસક્ષમણ કરતાં ઘણીવાર નવકારશીવાળો ચઢી જતો હોય તો તેના વખાણ કરવાથી પણ તપ ગુણ વિકસે કેમ કે એ વધુ નિર્જરા કરી શકતો હોય અને ખાવા પૂરતું જ ખાતો હોય જ્યારે અઠ્ઠમના તપસ્વીને પારણું બધું જ વ્યવસ્થિત જોઈએ તો તે નિશ્ચયધર્મનો તપ નથી. તપ જેમાંસ્પૃહા અને ઇચ્છા નહોય.ગુણીના ગુણની સ્તવના કરવાથી આત્માના ગુણોનો વિકાસ થાય. તપ ધર્મમાં આવેલો અંતરાય દૂર થાય. જો સ્તવનાને બદલે ઈર્ષ્યાથી નિંદા કરી જેમ તેમ બોલ્યા તો તમે ક્યારેય ગુણોને પ્રાપ્ત નહીં કરી શકો. તમારામાંથી ગુણોનો વિનાશ થઈ જશે. દા.ત. સિંહગુફાવાસી મુનિએ સ્થૂલભદ્રજીની અનુમોદના ન કરી. તો વેઠવાનું આવ્યું. આ તો સમજુ હતા તેથી ઈર્ષ્યાથી પડ્યા પણ પછી સમજણથી ચઢી પણ ગયા. આ ગુણની પ્રાપ્તિથી સમ્યગ દર્શનની વિશુધ્ધિ થાય. સમ્યગદષ્ટિ વિવેકપૂર્વક પ્રશંસા કરે, રત્નત્રય ગુણની જાહેરમાં પ્રશંસા કરે જેથી અન્ય જીવોને ગુણો પ્રત્યે બહુમાન રૂચિ થાય. (6) સ્થિરીકરણ સાધુ કદાચ પતિત થાય તો પાછા સમજાવીને એના ધર્મમાં સ્થિર કરવા એ પણ દર્શનાચાર છે. આથી જ તો શ્રાવકોને (સાધુસાધ્વીના) મા–બાપ કહ્યા છે. અર્થાત્ ધર્મજન ધર્મમાં કઈ રીતે વધુ સ્થિર, શ્રદ્ધાવાન થઈ અને તે આગળ વધે તે પ્રમાણે તેની સાથે ઉચિત વ્યવહાર તે જ્ઞાનસાર-૩ // 12