________________ ધ્યાનાવસ્થામાં જેમ જીવ સ્વ-સ્વરૂપને પકડતો જાય તેમ પરનો મોહ છૂટતો જાય તેમ શાંત થતો જાય. અનંત ગુણોની પૂર્ણતા એ સ્વભાવ સ્થિરતા છે, - યોગોની પૂર્ણતા એ સ્વરૂપ સ્થિરતા છે. અર્થાત્ યોગાતિત અવસ્થા. સર્વ પુગલના સંયોગથી મુક્તિ તે સ્વરૂપ સ્થિરતા છે. અર્થાત્ આત્માની શુધ્ધ-સિધ્ધાવસ્થા છે. આત્મતત્ત્વને જાણનાર એવા આત્માએ તે શુધ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરવા માટે સાધનભૂત એવી ગુણોને ગ્રહણ કરવાની અને પરભાવને તજવાની ક્રિયા અવશ્ય કરવી જોઈએ. ક્ષાયિક ભાવે તે–તે ગુણોની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાંસુધી જ્ઞાનાચારાદિ પાંચ આચાર પાલનની ક્રિયા અવશ્ય કરવી જોઈએ. પંચાચારનું પાલન સર્વજ્ઞ કથિત માર્ગ પ્રમાણે કરવાનું છે. ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિન થાય ત્યાં સુધી જીવે દર્શનાચારનું પાલન કરવાની ક્રિયા અવશ્ય કરવી જોઈએ. કારણ કેલાયોપથમિકભાવનું સમ્યકત્વ હોવાથી અતિચારો લાગવાનો સંભવ છે તેથી અતિચારો દૂર કરવા દર્શનાચારનું પાલન આવશ્યક છે. તે દર્શનાચારના આઠઆચાર આ પ્રમાણે છે. નિસ્યકિઅ નિકકખિઅ.. દર્શનાચારના આઠ આચાર : i પરમાત્માના વચનોમાં શંકા ન કરવી. ii અન્ય મતને જાણવાની કે સાંભળવાની ઇચ્છા ન કરવી. સાધુ-સાધ્વીજી ઉપર દુર્ગચ્છા ન કરવી. (અર્થાત્ સાધુ-સાધ્વીના મલિન વસ્ત્ર, ગાત્ર, જોઈ દુર્ગચ્છા ન કરવી.) Liv અમૂઢ (અમોહાંધ) દષ્ટિવાળા બનવું. જ્ઞાનસાર-૩ || 10