________________ ઔદારિકાદિ શરીરના કાયયોગો નથી, તેથી તે વખતે તેજસ, કાર્પણ કાયયોગજન્યક્રિયા હોવા છતાં પણ તે લોકભોગ્યક્રિયા નહોવાથી વ્યવહારથી તેને ક્રિયા ન માને. શરીર પર્યાપ્તિ પછી થતી ક્રિયા તે વ્યવહારનયથી ક્રિયા જાણવી. શરીર પર્યાપ્તિ સમાપ્ત કર્યા બાદ જે શુભાશુભ ક્રિયા થાય છે તે લોકભોગ્ય હોવાથી વ્યવહાર નયથી ક્રિયા જાણવી. (4) જુસૂત્રનય : કોઈપણ કાર્યને સિધ્ધ કરવા માટે વર્તમાનકાળમાં મન-વચન-કાયાના યોગ દ્વારા આત્મવીર્યપ્રવર્તમાન થાય ત્યારે ક્રિયા માને. (5) શબ્દનયઃ વીર્યંતરાય કર્મના ક્ષયોપશમ ભાવકે ક્ષાયિક ભાવથી પ્રગટ થયેલા વીર્યનું આત્મ પ્રદેશોમાં પરિસ્પદ (સંકોચ-વિસ્તાર) થવા રૂપ જે ક્રિયા તે શબ્દવેધ ક્રિયા કહેવાય. અહીં ભાવક્રિયાની પ્રધાનતા કરી છે. યોગ ગણતા કરી છે. () સમભિરૂઢનયઃ આત્માના શુધ્ધ ગુણોની સાધના કરવા માટે આત્મવીર્ય પ્રવર્તે ત્યારે જ ક્રિયા માને. (7) એવંભૂતનય શુધ્ધ આત્મ તત્ત્વની સાથે તાદાભ્યતા (એકતા) કરવા સ્વરૂપ મન-વચન-કાયાના યોગોથી નિરપેક્ષ થઈ આત્મવીર્ય આત્માના ગુણોમાં પરિણમન પામેત્યાંક્રિયામાને પછી આત્મા કર્યગ્રહણ ન કરે. આપણે અક્રિય બનવાનું છે. આત્મ પ્રદેશો પોતે સ્થિર છે પણ કર્મ સાથે વળગેલા છે ત્યાં સુધી તે અસ્થિર થાય છે. સર્વ વિભાવદશાથી વિરામ પામવાનું છે. સર્વ વિભાવદશાથી સંપૂર્ણ રીતે વિરતિ ૧૪મા ગુણસ્થાનકે થાય. આત્મપ્રદેશનો સંકોચ વિસ્તાર થવો એ પહેલી વિભાવદશા, આત્માના ગુણોમાં પૂર્ણ પરિણમન ન થવું તે બીજી વિભાવદશા. આત્મવીર્ય પૂર્ણ રીતે આત્મ પ્રદેશોમાં પ્રવર્તમાન નથી કારણ અઘાતિ કર્મોના કારણે પ્રદેશ સ્થિરતા આવતી નથી. ૧૪મા ગુણસ્થાનકે સંપૂર્ણયોગનો અભાવ થાય. જ્ઞાનસાર-૩ || 158