________________ ૧૪મા ગુણઠાણે જ્યારે શૈલેષીકરણ થાય ત્યારે પ્રદેશસ્થિરતા આવે. આત્મવીર્યઅત્યાર સુધી મન-વચન-કાયાના યોગોમાં પ્રવર્તમાન હતું તે હવે પોતાના ગુણોમાં અને આત્મપ્રદેશોમાં પૂર્ણ રૂપે પરિણમન પામે અર્થાત્ આત્માના પ્રદેશોની સદા માટે સ્થિરતા થવી. કેવલજ્ઞાન પ્રગટ થાય ત્યારે સ્વભાવની સ્થિરતા આવે અને ૧૪મા ગુણઠાણે શેલેષીકરણ થાય ત્યારે પ્રદેશ સ્થિરતા આવે. ત્યારે આત્મામાંથી સંપૂર્ણ મોહનો અને ક્રિયાનો અભાવ થાય છે. અર્થાત્ સંપૂર્ણનિઃસંગ અવસ્થાની પ્રાપ્તિ યાને સ્વભાવની પ્રાપ્તિ અને વિભાવથી સંપૂર્ણ મુક્તિ થાય છે. ક્ષાયિકપણું પ્રાપ્ત થવા છતાં પણ યોગ સાથે જોડાયેલા હોવાથી આત્મવીર્યસંપૂર્ણ આત્મપ્રદેશોમાં પરિણમન થતું નથી ત્યાં સુધી કર્યગ્રહણતા ચાલુરહે. શેલેષી અવસ્થા એટલે મેરુપર્વતની જેમ આત્મવીર્યને આત્મામાં સ્થિર કરવું, છેલ્લે સૂક્ષ્મ કાયયોગરૂપી શ્વાસોચ્છવાસને રૂંધે છે અને લોમાહાર બંધ થઈ જાય તેથી આત્માના પ્રદેશો સંપૂર્ણ સ્થિર થઈ જાય. આ સ્થિરતાને પ્રાપ્ત કરવા માટે કારણ વિના મન–વચન-કાયાના યોગોને પ્રવર્તાવવાના નથી. મન-વચન-કાયાની ગુપ્તિની સાધના પ્રધાન છે. તે સંપૂર્ણ રીતે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉત્સર્ગે ગુપ્તિ અને અપવાદ સમિતિનું સેવન કરવાનું છે. આત્મપ્રદેશો અક્ષય અને સ્થિર છે તે સ્થિરતાને પામે ત્યારે કર્મ ગ્રહણ કરતા નથી જ્યારે આપણો આત્મા કષાયભાવને પામેલો હોય ત્યારે આત્મપ્રદેશો વિશેષ ચલાયમાન બને છે અને વિશેષથી કર્યગ્રહણ કરે છે. મોહથી સંકલ્પ-વિકલ્પની ગતિ મનમાં વધે. આત્માએ સ્વ-સ્વરૂપમાં રહેવાનું છે તે જાણ્યા પછી આત્મા પર આલંબન અને વિકલ્પોથી નિવૃત્તિ પામે તેટલો. કર્મબંધથી અટકે. જેમ સરોવરમાં પથરો નાખતા તરંગો ઉઠે–પછી શાંત થઈ જાય તેમ જ્ઞાનસાર-૩ || 159