________________ ધર્મસ્થરીકરણ રૂપ બને. (7) વાત્સલ્યઃ સમાન ધર્મી પ્રત્યે વાત્સલ્યભાવ એટલે માતા-પિતા પુત્રાદિથી અધિક વાત્સલ્ય. વાત્સલ્યભાવથી જીવને ધર્મમાં આગળ વધારવા ક્રોધથી તો જીવ સુધરવાને બદલે વધુ બગડે છે. (8) પ્રભાવનાઃ જૈન શાસનની પ્રભાવના કરવી. લોકોને જૈનધર્મ પ્રત્યે અહોભાવ પ્રગટાવવો. બીજા આત્મામાં ભાવવૃધ્ધિ થાય તો તે શાસન પ્રભાવનામાં નિમિત્ત બને છે. શ્રાવક-શ્રાવિકાના આચારનું પાલન થતું હોય તો પ્રભાવના થાય. દા.ત. વિજય શેઠ—વિજય શેઠાણી, માત્ર પૈસા વેરવાથી જ પ્રભાવના થતી નથી. ઈદ્ધ મહારાજા જો ભગવાનનો રથ ખેંચતા હોય તો તમે બળદને ઠેકાણે ગોઠવાઈ જઈ રથ ચલાવો તો પ્રભાવના થાય. ગરીબોને દાન કરતાં કરતાં આવો તો પણ પ્રભાવના થાય. ફક્ત પાટિયા મારવાથી પ્રભાવના ન થાય પણ આચાર ધર્મનું પાલન કરવાથી શાસન પ્રભાવના થાય. આ બધું જ્યાં સુધી આત્મામાં ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ ન થાય ત્યાં સુધી કરવાનું છે. આઠે ય દર્શનાચારનું પાલન કરવાથી બીજાના બોધિબીજમાં નિમિત્ત બનાય, અને પોતાને સમક્તિની પ્રાપ્તિ થાય. જેને ભવરાગ ન હોય તેને જ શાસન પર રાગ–બહુમાન હોય, તે જ શાસનની પ્રભાવના સમ્યગ રીતે કરી શકે, પાટિયાને = નામને મહત્વ ન આપે. આપણને નામનાનો રોગ જો લાગુ ન પડ્યો હોત તો સાધર્મિકો ક્યારે સીદાય નહિ. ગુપ્તદાનની પ્રધાનતા હોત. સમ્યગ દર્શન પછી બીજા નંબરે આત્માનો જ્ઞાનગુણ છે. આત્મામાં કેવલજ્ઞાન પ્રચ્છન્ન ભાવે પડેલું છે તેને પ્રગટ કરવાનું છે. તે માટે જ્ઞાનના 8 આચારોનું પાલન કરવાનું છે તો જ જ્ઞાનાવરણીય કર્મ તૂટે. 3 શાનના આઠ આચારો:(૧) કાલ ભણવા માટે ચાર કાલ છે. જ્ઞાનસાર–૩ // 13