________________ >> ગુણીના ગુણોની અનુમોદના કરવી. vi જૈન ધર્મ પામેલા જીવોને વધારે વધારે સ્થિર કરવા. viaaN સાધર્મિક પુરુષો પ્રત્યે વાત્સલ્યભાવ રાખવો. vi જૈન દર્શનની પ્રભાવના કરવી. દર્શનાચારની વિચારણા | (1) શંકાઃ સર્વજ્ઞ ભગવાનના વચનમાં શંકા ન કરવી. કારણ કે વિતરાગ સર્વજ્ઞ છે. આથી તેઓ જે કહે તે સંપૂર્ણ સત્ય જ હોય. આ શ્રધ્ધા હોય, તો સમ્યગુ દર્શન આવે. આવી ઓઘથી (સામાન્યથી) શ્રધ્ધા કરે તો વ્યવહારથી શ્રધ્ધા આવે. પછી તત્ત્વથી પ્રતીતિ કરે એટલે નિશ્ચયથી શ્રધ્ધા આવે. (ર) કાંસાઃ અન્ય દર્શનને જાણવાની ઇચ્છા ન કરવી. જેને સર્વજ્ઞના વચનનો નિર્ણય ન થયો હોય તેણે અન્ય સ્થાનમાં ન જવાય.જેને સર્વજ્ઞવચનનો નિર્ણય થયેલો છે તે અન્ય સ્થાનકમાં જઈ શકે કેમ કે તે ચલાયમાન ન થાય. જેનદર્શનને બરાબર સમજેલા જઈશકે. જ્ઞાનગર્ભિત વૈરાગી સાધુ માટે બીજા ગ્રંથોને સમજવા. જાણવાની છૂટ છે. (3) વિચિકિત્સા સાધુ-સાધ્વી પર દુર્ગછા ન કરવી. મેલા કપડાં જ તેમનો શણગાર છે. મેલ પણ દૂર ન કરાય. મલપરિષહ સહન કરવાનો છે. મેલ પણ તેમનો શણગાર છે. કારણ બહાર મેલ અને અંદર સુગંધથી ભરેલા છે. એઓને એવા પ્રકારની લબ્ધિ પ્રાપ્ત થાય કે એમના મળમૂત્ર પરસેવાથી તમામ રોગો દૂર થઈ જાય.દા.ત.સનતુ ચક્રવર્તી. તેમનું રૂપ જોવા દેવો આવ્યા. ખુશ થઈ ગયા. ચક્રીએ કહ્યું હું નાહીને આવું ત્યારે મારું રૂપ જોવા આવજો. નાહીને આવ્યા પછી દેવો આવીને મુખ ફેરવી લે છે. કેમ? પૂછતાં કહે છે કે પચકારી માર. તેમ કરતાં તેમાં અસંખ્ય જીવાણુઓ દેખાયા. આમ 16 મહારોગો ઉત્પન્ન થઈ ગયા આથી શરીરની મમતા ત્યાગી સંયમી બન્યા. તપ ધર્મમાં ઓતપ્રોત બની ગયા.દેવો પાછા આવ્યા કહે રજા આપો તો તમારા જ્ઞાનસાર-૩ || 11