________________ પાલન કરવું અનિવાર્ય છે. શરીર પ્રત્યેની રાગાદિ મોહદશાના ત્યાગના પરમ સાધનરૂપ છ પ્રકારનો બાહ્ય તપ છે અને અત્યંતર તપ કાષાયિક પરિણિતિના ત્યાગનું પરમ સાધન છે. શુક્લધ્યાનના પ્રથમના બે પાયા પૂર્વધરને હોય છે અને છેલ્લા બે પાયા કેવલી ભગવંતને હોય છે. સર્વસંવર ભાવની પ્રાપ્તિવાળી અયોગી ગુણસ્થાનકની પ્રાપ્તિન થાય ત્યાં સુધી વીર્યાચારનું પાલન આવશ્યક છે. પંચાચારના પાલનવિના મોક્ષ ન થઈ શકે. જ્યાં સુધી ગુણની પૂર્ણતા ન થાય ત્યાં સુધી આચારો સેવવા જોઈએ. મારે મારા ગુણોની પ્રાપ્તિ કરવી છે એ લક્ષ હોવું જોઈએ. * ગુણી જ સ્વ–પરોપકારી બને. સર્વજ્ઞએ બતાવેલા આચારો, વિચારો પૂર્વકના અર્થાત્ સમ્યગુદર્શન ગુણયુક્ત બને તો તે ગુણની નિષ્પતિ કરનારા બને. જેમ જેમ પોતે ગુણ સંપન્ન બનતો જાય તેમ તેમ બીજા પર ઉપકાર કરનારો બને છે. પોતાના ગુણના કારણે આચરણ ઉચિત પ્રવૃત્તિવાળું બને તેથી બીજાને આદરનું કારણ બને. વડિલો સાથે કઈ રીતે ઉચિત વ્યવહાર કરવો તે જ્ઞાન ન હોય તો ગમે તેટલું જ્ઞાન હોવા છતાં લોકમાં આદરણીય ન બને અને જ્ઞાન પરિણતિરૂપ ન બને. 0 ગુણ આવે એટલે તેને અનુરૂપ આચારો આવે જ. નિશ્ચયમાર્ગજો વાસ્તવિક થતો જાય તો ઉચિતક્રિયા માર્ગરૂપ વ્યવહાર માર્ગ દઢ થાય, તો બિનજરૂરી વ્યવહાર સેવે નહિ. નિશ્ચય-વ્યવહારની સાથે ચાલે તો જ પરમાત્માનો મોક્ષમાર્ગ છે. જ્યારે સંપૂર્ણ ક્ષાયિક ગુણો પ્રગટ થાય ત્યાર પછી તે આત્માને ક્રિયાની જરૂર રહેતી નથી. માત્ર પરોપકાર કરવા માટે યથોચિત આચરણ હોય છે. પોતાને તો પૂર્ણ ગુણનિષ્પતિ થઈ ગઈ છે. માટે આ ગુણની પ્રાપ્તિ માટે હવે ક્રિયા સંભવતી નથી. પરમાત્મા કેવલજ્ઞાન પામ્યા પછી દેશના આપવાનો વ્યવહાર કરે છે જ્ઞાનસાર-૩ || 169