________________ ઠંડકમાં ચાલવાનું ગમે તો રાગ પોષાય અને વાયુકાય જીવોની હિંસા થાય. (2) ભાષાસમિતિઃ મુહપત્તિના ઉપયોગ વિના ન બોલવું. મુખમાંથી ઉષ્ણવાયુનીકળે અને બહારના શીતળ વાયુના સંયોગથી જીવો વિરાધના થાય. ઘૂંક પુસ્તક પર પડે તો જ્ઞાનની વિરાધના... (3) એષણા સમિતિ H મોટાભાગે સાધુ માટે છે. સંયમીને આહારપાણી–વસ્ત્ર–પાત્ર-મકાન ઉપધિબધુંનિર્દોષ જોઈએ. એમને ઉદ્દેશીને વસ્તુ ન કરાય. તેમને ઉદ્દેશીને કરાયેલી વસ્તુ વાપરે તો 'બલહરણી ભિક્ષા' કહેવાય છે. તે સંયમના બળને તેજને હણવામાં નિમિત્ત બને છે. Special મકાનમાં નહિ પણ શ્રાવકો માટે બનેલ પૌષધશાળામાં રહેવાનું. ગવેષણા આહાર નિર્દોષ છે કે દોષિત–તે નક્કી કર્યા પછી વહોરવું. આહાર લેતી વખતે બહાર ઢોળાતું નથી ને? તે ઉપયોગ જોઈએ. નહિતર હિંસાનું પાપ કપાળે ચોટે. સંયોજના દોષઃ વાપરવાથી દોષ ન લાગે પણ રસની આસકિતથી સંયોજના કરીને વાપરે તો દોષ લાગે. દા.ત. ચટણી સાથે ઈડલી, ઢોકળાવિ. ભાત સાથે શાક અને તેનો રસો. આ બધા સ્વાદના પોષણથી શરીરલક્ષી રાગ વધે છે અને આત્માની તો સરીયામઉપેક્ષા થાય છે. તો આત્માને અનુભવવાની તો વાત જ કયાં રહી? એકલી રોટલી વપરાય પણ જો તે ગરમાગરમ ઘીવાળી મીઠી લાગતી હોય તો તે દોષરૂપ બની જાય છે. આ બધું આત્મસાક્ષીએ જ કરવાનું છે. આત્માના રસામૃતને માણવા બહારના રસાસ્વાદને છોડવાનાં છે. અર્થાત્ ખાધા પછી આ સારું. આ નરસુવિ. ભોજનકથાનો પણ ત્યાગ કરવાનો છે. વીતરાગકથિત જ્ઞાનના રસાસ્વાદ આગળ બધા રસ ફિક્કા છે. કેમ કે તેનો રસાસ્વાદ જ શાંતરસમાં લઈ જઈ આત્માને તૃપ્તિ અર્પે છે. શરીરને ફક્ત ટેકો જ આપવાનો છે. માટે ટેવ_અભ્યાસ પાડો તો ફાવી જાય. આહાર અંદર જઈને જો રાગને મારે તો સત્ત્વ ખીલે, માટે રાગથી ન ખાવું. જ્ઞાનસાર-૩ || 167