________________ આત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર-જ્ઞાનમાં= ઉપયોગમાં આવવો જોઈએ નહિંતર માત્ર પુણ્યફળ પામી સંસારમાં ભમશે. "સબ ત્યાગ પરિગ્રહ બાહ્ય કિયા, દ્રવ્ય લિંગ કરી લીનો, દેવચંદ્ર કહે યાવિધ હમે, બહુત વાર કર લીયો." (પૂ. દેવચંદ્ર વિજયજી મ.) બાહ્ય ત્યાગાદિ બહુ કર્યા પણ આત્માનું પરમાત્મા સાથે મિલન ન થયું તો તે દ્રવ્ય ક્રિયા નિષ્ફળ છે, કેમકે આત્માની અંતરંગ દષ્ટિ સાથે ત્યાગ નથી કર્યો. પરમાત્મા સાથે સીધી સ્પર્શના કરવાની છે. આત્મામાં 5 ગુણો છે. આ અનંત ગુણોને પ્રગટાવવા માટે ખમાસમણ આપવાના છે. વ્યવહારથી પંચ પરમેષ્ઠિને, નિશ્ચયથી એમાં રહેલા ગુણોને આપીએ છીએ. એ ગુણોને વંદન કરવા દ્વારા મારામાં પ્રચ્છન્નપણે જે ગુણો પડ્યાં છે. તે ગુણોને પ્રગટાવવા હું ખમાસમણ આપે છું.ક્રિયા કરતાં કરતાં આપણા ગુણોને સ્મરણમાં લાવીએ ત્યારે ક્રિયા શુધ્ધ થાય કેમ કે તેમાં જ્ઞાન ગુણ ભળ્યો. આ ભાવક્રિયા કહેવાય. નહિતર કોરી ધાકોર દ્રવ્ય ક્રિયા. જ્યાં સુધી આત્મામાં ક્ષાયિક જ્ઞાનાદિ ગુણો પ્રગટ ન થાય ત્યાં સુધી ક્રિયા કરવાની છે. a ભાવ કિયા ક્યારે બને? - ખમાસમણમાં ત્રણે યોગો સાથે પ્રવર્તે છે. કાયાને નમાવવામાં આત્મવીર્યપ્રવર્તમાન થવું જોઈએ. વચન દ્વારા બોલાતા સૂત્રો શબ્દોને અર્થથી પકડી, તેમાં ભાવમય બની આત્માથી તેમાં લીન બની જવાનું છે. કેમ કે સર્વજ્ઞ કથિત અને ગણધર ગૂંથિત સૂત્રો મંત્રાક્ષર સ્વરૂપ છે. કર્થસ્થ સૂચનાત્ સૂત્રમ્ | સૂત્ર દ્વારા જ અર્થોને અને તેના રહસ્યને સમજી શકાય છે. સૂત્ર એ દ્રવ્યને જણાવી, દ્રવ્યમાં રહેલા ગુણને જણાવનાર હોય અને તેની જુદી-જુદી અવસ્થાઓને પર્યાયોને જણાવનાર હોય. સૂત્રના સારને ભાવથી હૃદયંગમ કરી લેવાય તો તે કરે ભવનિસ્તાર. જ્ઞાનસાર-૩ || ૧૭ર