________________ * ગુરૂ એ ગુણના ધામ છે. પોતે ગુણી બનવું છે માટે ગુરુમાં રહેલા અદ્ભૂત ગુણોનું બહુમાન આવવું જોઈએ. પંચ પરમેષ્ઠિ એ એવું તત્ત્વ છે કે જેના સ્મરણથી દોષો વિલીન થઈ જાય. સાધુ સં વર્ણ પુષ્યમ્ ! તીર્થભૂતા દિ સાધવઃ | મહામિથ્યાત્વી બ્રાહ્મણ-યજ્ઞ-મુનિ તે યજ્ઞ મંડપમાં - હિંસા જોઈ હિંસાન કરવાનો ઉપદેશ કહેતા મુનિ પર ક્રોધાયમાન થઈમારવા દોડતા યજ્ઞ થાંભલા જોડે અથડાઈમૃત્યુ-આર્તધ્યાનથી સિધ્ધગિરિ ઉપરસિંહ ઉદ્યાનમાં કેસરિસિંહ અનેક પ્રાણીઓને ત્રાસ પમાડવા લાગ્યો- શાંતિનાથ પ્રભુને જોઈ વિશેષ ક્રોધાયમાન- છલાંગ-ત્રણ વાર નિષ્ફળ જતાં વિચારમાંચડ્યો. આ કોઈ વિચિત્ર મહર્ષિ? શાંતિ પ્રભુએ - પૂર્વ ભવ કહ્યો - પ્રતિબોધ - તું સમતાથી રહે તીર્થના પ્રભાવે - સ્વર્ગ–એક ભવ પછી મોક્ષ-સિંહ-મૃત્યુ - પામી દેવ-પૂર્વે સાધુ દર્શન - અહિં તીર્થકરના દર્શન - સફળ. ગુરુનું શ્રેય થવાનું હોય તો યોગ્ય શિષ્યને તે સ્વપ્નમાં દેખાય. ગુરુ માત્ર ગુરુનથી પણ ગુણના ભંડાર છે. ગુણના હેતુથી જ ગુરુનો સ્વીકાર કરવાનો પણ રાગભાવથી નહિ, તો એકાંતે આત્માને લાભદાયી બને. સંસાર વૃક્ષનું મૂળ કષાય છે. રામાનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય જાતા સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય? સાધુ જીવનમાં નડતરભૂત માન કષાય છે. તેને જ સર્વજ્ઞવચનરૂપી હથોડાના ઘા મારી ભેદવાનો છે. માન પરને આશ્રયી છે. માટે ભ્રમ પણ પરને આશ્રયીને રહે છે. જગતથી વિમુખ થયા વિનાજિનાજ્ઞામય ન થવાય તે માટે અપૂર્વ સત્ત્વ ફોરવવું પડે. દેવ-ગુરુ સમક્ષ પોતાના અસ્તિત્વને, વ્યક્તિત્વને સંપૂર્ણ ઓગાળી નાખવાનું છે, માનને દેશવટો આપવાનો છે. સંસારનો નાશ કરવા માટે જ્ઞાનસાર–૩ // 156