________________ પોતાનું રૂપ જોઈને પોતાને મોહ ન થાય તેવું રૂપ પરાવર્તન કરવાનું આ રીતે સંસારના સર્જનને અટકાવવાનું છે. વિકાર રૂપે પ્રગટ થયેલી વિભાવદશા તેમાં પ્રગટેલો મોહતે આત્માને વિભાવમાં પ્રવૃત્તિ કરાવે છે. આત્માના ચારિત્રગુણમાં આત્મવીર્યએકમેક બની જાય તેનું નામ જ સ્વભાવ રમણતા. જ્યાં સુધી રૂપ સંપૂર્ણ દૂર ન થાય, ત્યાં સુધી રૂપને ફેરવવાનું છે. સર્વજ્ઞ કથિત ક્રિયા દ્વારા શરીરને શ્રમ આપી શરીરને શ્યામબનાવી આત્માને ઉજ્જવલ બનાવવાનો છે. 10 પ્રાણો, રૂપીપણું, નાના મોટાનો ભાવ, શાતા–અશાતાની પીડા આ જ વસ્તુ કર્મફળ રૂપે આપણને મળી છે. ચારથી છૂટવા જ સર્વજ્ઞકથિત આચાર છે. તે આચારમાં વર્તવું તે જ દ્રવ્યમોક્ષ અને આત્માના જ્ઞાનાદિ ગુણ માટે રમવું તે ભાવમોક્ષ છે. રૂપી આદિ આત્માની ચાર વિભાવ અવસ્થાથી છૂટવાનો ભાવ ન આવે તો મોહન છૂટે. "સર્વ આચારમય પ્રવચને, ભાખ્યો અનુભવ યોગ, તેથી મુનિ વમે મોહને, વળી રતિ–અરતિ-શોગ. (પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ.) a અનુભવ યોગની પ્રાપ્તિ કઈ રીતે થાય? આપણે આત્મામાં ચરવાનું છે. તેના બદલે માત્ર યોગ અને ક્રિયામાં ચરીએ છીએ. અપ્રમત્તપણે કાઉસ્સગ્ન કરે તેમાં મચ્છરાદિકરડે તો પણ ઉડાડે નહિ પણ જો તેમાં આત્મતત્ત્વની રમણતા ન હોય તો તે દ્રવ્યક્રિયા છે. પોતે કાયાના મમત્વથી છૂટી આત્મમય = કાઉસ્સગ્નમય બની ગયો તેવું લાગે અર્થાત દેહભાવથી છૂટી ગયો એવું લાગે ત્યારે ભાવક્રિયા કહી છે. યોગમાં સ્થિર થયા પછી ભાવમાં સ્થિર થવાનું છે. અર્થાત્ સ્વભાવમય બનવાનું છે. મોહના પરિણામ વિનાની ક્રિયા જોઈએ. અશુધ્ધ કાયિકી આદિ ક્રિયાઓના કારણે અનંત સંસારનું સર્જન ચાલુ છે. તેથી કાયા નિમિત્તે કર્મબંધ ચાલુ જ છે. જ્ઞાનસાર-૩ // 154