________________ સમ્યગુદૃષ્ટિને કાયાની વિરતિ નહોવાના કારણે કાયિકી–ક્રિયા નિમિત્તે કર્મબંધ ચાલુ છે. દેશવિરતિ-સર્વવિરતિઘરને કાયાની વિરતિ છે અર્થાત્ જેટલા અંશે કાયાથી નિઃસંગ બને તેટલા અંશે તેને કાયિકી ક્રિયા ન લાગે. નવતત્ત્વના અભ્યાસ દ્વારા શરીર અને આત્માનું ભેદજ્ઞાન થવું જોઈએ. જો ન થાય તો ગણ્યા વિનાના ભણ્યા કહેવાઈએ. માટે તેને અનુભવયોગમાં પ્રવેશ ન મળે. સાધુ કે શ્રાવકની તમામ કિયા ધ્યાનયોગનું પ્રવેશદ્વાર છે. જેના દ્વારા આત્મા અનુભૂતિના આકાશમાં ઉડ્ડયન કરી શકે છે. સાધુ માટે પ્રથમ વિરતિ કાયિકી યોગની છે. તેણે કાયાને સાખીધર બનાવી તેમાંથી નીકળવાની પ્રક્રિયા કરવાની છે. વિશુધ્ધ એવી 5 સમિતિ અને ગુપ્તિનું પાલન ઉપરાંત વિનય, વૈયાવચ્ચ, આદિઅત્યંતર તપ ક્રિયાનું પાલન કરવા વડે સંસારનું સર્જન અટકાવવાનું છે. આમ અંતરાત્માને પરમાત્મા બનવાની ક્રિયા એ જ સંયમયાત્રા. પસમિતિ અને 3 ગુપ્તિનું પાલન મુખ્ય છે. તેના માટે અત્યંતર તપ કરવાનો છે. ચિત્તની સરળતા વિના તપનો પરિણામ ન આવે. કર્મલઘુતાવિના સરળતા ન આવે. સરળ બન્યા પછી વિનય ગુણ આવે. જેનામાં ગુણી અને ગુણ પરનું બહુમાન હોય તેનામાંવિનયગુણ આવ્યો છે એમ કહી શકાય. આવું ક્યારે બને? જો સાધ્યભૂમિકા સચોટ હોય તો. * સાધ્યની સિધ્ધિ માટેના 4 અનુષ્ઠાન છે. (1) પ્રીતિ ગુણીમાં રહેલા ગુણો પ્રત્યે આદર - બહુમાનભાવ (2) ભક્તિઃ અંતરથી તેમના માટે કંઈ કરી છૂટવાનો પરિણામ. તેમના માટે કિંઈકત્યાગકે ભોગ આપવાનો પરિણામ. પોતાની મનગમતી વસ્તુ ભક્તિરૂપે દેવ-ગુરુને અર્પણ કરો છો. હૃદય મંદિરમાં ર૪ કલાક દેવ-ગુરુ વસેલા હોય સ્વેચ્છાનો ત્યાગ કરી સામેનાની ઇચ્છા મુજબ વૈયાવચ્ચ કરવાની છે. જ્ઞાનસાર-૩ || 155