________________ શુધ્ધ સ્વરૂપ દબાયેલું છે તેને પ્રગટ કરવા ક્રિયા કરું છું તે લક્ષ આવવું જોઈએ. જ્ઞાનનું કાર્ય સ્વ–પરનું અવભાસન કરવાનું. આત્માને પ્રકાશિત કરે અને તેની સાથે જોડાયેલા શરીરાદિને પણ પ્રકાશિત કરે છે. માત્ર શરીર તરફી જ્ઞાન મલિન જ્ઞાન છે, મિથ્યાત્વ યુક્ત જ્ઞાન છે. આપણું જ્ઞાન જ જો મિથ્યા હશે તો આપણી બધી પ્રવૃત્તિ પણ મિથ્યા થવાની, તે આત્માનું એકાંતે અહિત કરનાર જ બને છે. અઘાતિકર્મના નાશથી જે પ્રગટ થાય છે તે પોતાનું સ્વરૂપ છે. હુંઅક્ષય, અરૂપી, અગુરુલઘુ અને અવ્યાબાધ સ્વરૂપવાળો છું. આવા આત્માને ધ્યેયરૂપે પકડીને પોતાનામાં રહેલા આનંદને અનુભવે તે વાસ્તવિક આત્મરમણતા છે. મિથ્યાત્વના ઉદયથી આત્મા પોતાને દેહરૂપે માની દેહના રૂપાદિને પકડી, તે મય પોતાને માનતો હોવાથી તથા તેને દેહ રૂપ થવાનો ભાવ હોવાના કારણે, તેમના મોહના ઉદયને કારણે જીવ સ્વસ્વભાવમય બની શકતો નથી. સાધુનો રંગ કાળો શા માટે? આપણી અરૂપી અવસ્થાનો રૂચિ પરિણામ પ્રગટ થાય, તે મય બનવાનો ભાવ થાય તે સ્વરૂપ રમણતાનો અંશ છે. એ અંશમાંથી જ પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. રૂપી મટીને અરૂપી બનવાની ઢચિ જ્યારે પ્રગટ થશે ત્યારે રૂપી એવા આ શરીર પ્રત્યેના મોહનો વિચ્છેદ થશે ત્યારે આત્મવીર્ય રૂપની સજાવટમાં નહિ જાય પરંતુ રૂપને કાઢવા માટેનો પુરુષાર્થ કરશે. માટે તો સાધુનો રંગ કાળો કહ્યો છે. પોતાનું રૂપ જોઈને પોતાને મોહન થાય એવુંરૂપ બનાવવાનું છે. માટે પ્રથમ સંસારના સર્જનને અટકાવવાનું છે. તારું વીર્ય તારે અરૂપીપણું, અગુરુલઘુપણું, અક્ષયપણું અને અવ્યાબાધપણું પ્રગટ કરવા માટે જ પ્રવર્તાવવાનું છે, તો જ સ્વરૂપને પામવાની તારી સાધના સફળ થશે. આથી સ્વરૂપની પૂર્ણતા પ્રગટ ન થાય ત્યાં સુધી બાહ્યરૂપમાં રાગાદિભાવ ન થાય માટે સાધુનો રંગ કાળો કહ્યો છે. જ્ઞાનસાર-૩ || 153