________________ આત્માનું શાશ્વત સુખ કેવું છે? આત્મત્તિક = અત્યન્ત સુખ, પરિપૂર્ણ સુખ. ઐકાન્તિક = જે પ્રાપ્ત થયેલું સુખ ક્યારેય જાય નહીં. નિર્લેન્દ્ર = કેવળ સુખ છે. દુઃખ અંશમાત્ર પણ નથી. નિપ્રયાસ = જે સુખ મેળવવા માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી. અર્થાત્ સ્વભાવિક, સહજ સુખ છે. નિરુપચરિત = કોઈ પણ પ્રકારનું ઉપચાર કરાયેલું નથી પણ સહજ સુખ સ્વરૂપ જ છે. આથી સમ્યગૂ જ્ઞાનના બળે હેયોપાદેયના વિવેકપૂર્વક સમસ્ત હેય ભાવનું (જે આત્માને અહિતકાર છે) સર્વથા ત્યાગ કરવા વડે જે ત્યાગ માત્ર નિર્જરાનું કારણ બને. પરભાવનું ગ્રહણ એ જ આત્માનું અહિત છે તેથી આત્માના સ્વરૂપના અભિલાષીઓએ સર્વથા પર ભાવનો ત્યાગ કરવો જ જોઈએ. જ્ઞાનસાર-૩ // 151