________________ પુદ્ગલને ગ્રહણ કરવું તે ક્રિયાની વિભાવદશા છે. પોતાના આત્મપ્રદેશોમાં પૂર્ણ થવું તે સ્વભાવદશા છે. પોતાના આત્માના અસંખ્ય પ્રદેશોમાં અનંતગુણો વ્યાપીને રહેલાં છે તેથી તે પૂર્ણિમાના ચંદ્રની જેમ શોભે છે. જે પોતાના સહજ ગુણોથી શોભે છે તે જ ઋષભ છે તે જ પતિ છે. તેથી યોગીરાજ આનંદઘનજી મહારાજે ગાયું કે"ઋષભ જિનેશ્વર!પ્રીતમ હારો રે, ઔર ન ચાહું રે કત." કત આણે અંત.આ ભવરૂપીવનનો અંત આણી મોક્ષરૂપી નંદનવનમાં પહોચાડે તેવા જ કતને હું ઝખુ છું. તેની જ ચાહના અંતરમાં છે. તેથી જ પરભાવમાં થયેલી આત્મતત્ત્વની બુદ્ધિને છોડવાની છે. આવા પ્રકારની શોભાને કોણ પામે? જેણે પરભાવોમાં મમતાનો ત્યાગ કર્યો છે. આત્માના ગુણના અનુભવમાં જે જે સાધનો બતાવ્યાં છે તે સ્વીકારી, વિકલ્પો રૂપક્ષયોપશમ ભાવની સાધનાનો ત્યાગ કરી ઉત્સર્ગ માર્ગે ગુપ્તિનો સ્વીકાર કરી જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી ઉત્સર્ગ માર્ગ રૂપ કાયોત્સર્ગ કરવાનો છે. ચાલતા ચાલતા બાહુબલીજી યાદ આવવાં જોઈએ. ઉત્સર્ગ માર્ગની શક્તિ ન હોય તો અપવાદ માર્ગે ચાલતા ઉત્સર્ગ માર્ગ સામે રાખવામાં આવે તો તે અપવાદ માર્ગ ઉત્સર્ગ તરફ લઈ જાય છે. છેલ્લે તો ઉત્સર્ગ માર્ગને પણ છોડી દેવાનો છે. આત્મા અવસરે અવસરે તે વસ્તુઓનો ત્યાગ કરતો સંપૂર્ણ અસંગ દશાને પામતો સંપૂર્ણ કર્મ રૂપ આવરણ રહિત થઈ સિધ્ધાવસ્થાને પામે છે. પોતાનું આત્યંતિક સુખ = પરિપૂર્ણ સુખ = નિરૂપમ સુખ ભોગવી શકે છે. જ્ઞાનસાર-૩ || 150