________________ પાંચ પરમેષ્ઠિઓ છે. આ પરનો રાગ પંચ પરમેષ્ઠિ ભગવંતોમાં ફેરવવો પડે. કર્મ પોતે જ પુગલ સ્વરૂપ છે. આથી તેનામાં આત્માની કોઈ વસ્તુ આપવાની તાકાત નથી. સાધનાની સિદ્ધિ રૂપે મને મારા ગુણોની અનુભૂતિ જ જોઈએ છે. स्वभावलाभात् किमपि प्राप्तव्यं नाऽवशिष्यते / (પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ.) સ્વભાવના લાભસિવાય બીજું કંઈ પણ મેળવવું નથી. આત્માના સ્વભાવ અને સ્વરૂપની વિરુદ્ધકર્મસત્તાએ જે આપ્યું છે તે નુકશાન કરનાર જ છે. આત્મામાં રહેલ ઢચિનો પરિણામફેરવવાનો છે. રૂચિ બે પ્રકારે છેઃ (1) ભવના સર્જનની રૂચિ (ર) ભવના વિસર્જનની રૂચિ. રૂચિ જે બાજુ ઢળશે તે પ્રમાણે પ્રાપ્તિ કરાવશે. કેમ કે રૂચિ અનુયાયી વીર્ય છે. રૂચિ સમ્યગુફરશે તો પુરૂષાર્થ સમ્યગુથશે. જો સમ્યગુદર્શન હશે તો તેને અવશ્ય ભવના વિસર્જનની જરૂચિ થશે. કેમ કે આત્મામાં વિવેકરૂપ દીપક પ્રજ્જવલિત થઈ ગયો છે. માટે જ તો કહ્યું છે કે "સમન્ દષ્ટિ ગુણઠાણા થકી જીવ લહે શિવ ધર્મ."આપણને ચિંતા નહીં પણ જાગૃતિ હોવી જોઈએ. જાગૃતિ રૂપ ઉપયોગ આપણી ચેતના પ્રદીપ્ત કરે છે. પ્રભુ કહે છે - "તું ચાલ પરમના પંથે તો પામ"તો પછી આર્તધ્યાનને પામવાનો અવકાશ નથી. પર વસ્તુની પ્રાપ્તિની અપેક્ષા પૂર્ણ ન થતાં આત્મા દીન બની જાય છે. સમ્યગુદર્શન હોય તો દીનતા આવે નહીં. આપણે ક્યાં છીએ? તેનું ભાન ન હોય તો આપણે આપણા આત્માને જ્ઞાન સાર-૩ || 148