________________ મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ એ ચાર સંસાર છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાયનું કાર્યયોગ સાથે જોડી રાખવાનું છે. શુદ્ધ જ્ઞાનચેતનામાં રમણ કરતો આત્મા સકલ ઉપાધિથી રહિત હોય છે. "જ્ઞાનાનંદે પૂરણ પાવનો, વર્જિત સકલ ઉપાધિ" યોગમાં રહીને યોગાતીત અવસ્થા અનુભવવાની છે. રૂપમાં રહીને રૂપાતીત અવસ્થા અનુભવવાની છે. પમા ગુણઠાણે રહી યોગથી આંશિક રૂપે અલ્પકાળ માટે છૂટા થવાનો અનુભવ. કાઉસ્સગ્નમાં આત્માએ મોહનો પરિણામ યોગમાંથી ખસેડી લેવાનો છે તો જ કાઉસ્સગ્નમાં સ્થિર બની શકાશે. મલીનયોગ-યોગમાં તદાકાર બનાવે તે બહારથી ધર્મી-અંદરથી કર્મી. શુદ્ધયોગ–આત્મામાં તદાકારબનાવે તે બહાર ધર્મી અંદર પણ ધર્મો. પરમાત્માની ભક્તિથી ૪થા ગુણઠાણાવાળાને સર્વ વિરતિના ઉછાળા આવે અને સર્વ વિરતિવાળાને પરમાત્માની તત્ત્વ ભક્તિ રૂપ સ્વગુણોમાં તદાકારતાની પ્રાપ્તિ આપી પ્રસન્નતાનો અનુભવ થાય અને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય. ગાથા : 8 વસ્તુતસ્ત ગુહીઃ પૂર્ણમન ભસતે સ્વતઃ ગાથાર્થઃ પરમાર્થથી તો વાદળાઓથી રહિત ચંદ્રની જેમ સર્વ વિભાવોથી રહિત આત્મા કેવલજ્ઞાનાદિ અનંતગુણોથી પરિપૂર્ણ સ્વયમેવ ભાસે છે = પ્રગટે છે. અર્થાત્ જેમ વાદળ દૂર થતાં ચંદ્રનો સ્વાભાવિક પ્રકાશ ગુણ પ્રગટ થાય છે તેમ સર્વવિભાવો દૂર થતાં આત્માના સ્વભાવિક જ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે. આથી આત્મા સર્વથા નિર્ગુણ છે એવી માન્યતામિથ્યા છે. જ્ઞાનસાર-૩ || 146