________________ શરીર એ હું નથી તેથી મારે તેમાં ન રહેવાય અજ્ઞાનદશામાં બાંધેલા કર્મોનો ક્ષય થાય અને સંપૂર્ણ રીતે કર્મ-કષાય- કાયાદિથી રહિત થાય ત્યારે આત્મા શુદ્ધ બને છે. આત્મા જેમ જેમ કર્મથી મૂકાતો જાય તેમ તેમ ગુણોનું પ્રગટીકરણ થતું જાય. અગુરુલઘુ અવ્યાબાધ અસંગ સક્રિય આદિ ગુણો આત્મામાં પ્રગટ થાય અને આત્મા સિદ્ધ થાય. પરના સંયોગમાં આપણને વર્તમાનમાં આનંદ આવે છે તે મોહના ઘરનો છે. પરના સંયોગોમાં રહીને પરના સંયોગના ભાવનો ત્યાગ થાય ત્યારે તે નિઃસંગ થાય.નિઃસંગ દશામાં જ સાચો આનંદ રહેલો છે. - સાધનાનું ફળ સંયોગ વિનાના આનંદમાં છે. સંયોગવાળો આનંદ મોહ મિશ્રિત છે. નિઃસંગદશાવિના સહજાનંદની અનુભૂતિ ના થાય.નિ સંગ દશામાં જવા માટે અને તે રૂપ થવા માટે આપણા આત્માની દશા નિઃસંગ છે એવો નિશ્ચય થવો જોઈએ. . જેમ વાદળ રહિત ચંદ્ર શોભાને પામે છે તેમ સાધુ જેમ સ્વભાવને ભજતો જાય તેમ તેનો આત્મા ચંદ્રની જેમ શીતળતાને ધારણ કરતો જાય. તેમ જ તેના સાનિધ્યમાં આવતા જીવોને શીતળતાનો સ્વભાવ અર્પતો જાય છે. આમ શુદ્ધ એવો આત્માનિર્લેપ અને જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ છે. 2 નિઃસંગ દશામાં જવા માટે 4 અનુષ્ઠાનો બતાવ્યાં છે 1) પ્રીતિ (2) ભક્તિ (3) વચન (4) અસંગ અનુષ્ઠાન. અનાદિકાળથી સંગાવસ્થા છે તે એકી સાથે તૂટીને નિઃસંગ દશામાં નહીં આવી શકાય કારણ નિઃસંગદશા અતિ દુષ્કર છે. પરના સંગમાં જે રાગ છે તે રાગ દશાને ફેરવવી પડે. અપ્રશસ્ત રાગમાંથી પ્રશસ્ત રાગમાં આવવું પડે. કિંચન, કામિની, કાયા, કીર્તિ અને પ્રસિદ્ધિની કામના - આ સંસારના જ્ઞાનસાર-|| 147