________________ ૯મું - અષ્ટક ક્રિયા પરભાવનો ત્યાગ કરવો એ જ આત્મતત્વને સાધી આપે એવી મોક્ષસાધક ક્રિયા છે. આ કારણથી હવે ક્રિયાષ્ટક જણાવે છે. પરભાવના ત્યાગનું કારણ બને તેવી ક્રિયા સાધ્યને મેળવી આપે છે, માટે ત્યાગ કરવા ક્રિયા કરવી પડે. જ્ઞાન સમ્યગ રૂપે આત્મામાં પરિણમે માટે ક્રિયા કહી છે. જેમ ભૂખ લાગે ને ખાઈએ તો તે શક્તિરૂપે પરિણમે છે. ભૂખ લાગે ને ખાવાની ક્રિયા ન કરીએ તો શક્તિરૂપ ફળ ન પામી શકે. તે જ રીતે જ્ઞાન સાથે ક્રિયા હોય ત્યાં મોક્ષની પ્રાપ્તિ થાય. ' આત્માનો કર્તા પરિણામ થાય તેને ક્રિયા કહેવાય. દ્રવ્યમાં કર્તા પરિણામવાળું આત્મ દ્રવ્ય છે. આત્માનું કર્તાપણું જેમાં હોય અને તેને પામવા માટે જે કરાય તેને જ સમ્યક ક્રિયા કહેવાય. જિનશાસનમાં જ્ઞાન-ક્રિયા બંને મુખ્ય છે. દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ દ્વારા આત્મસ્વરૂપ અભિમુખ બનાવે તે જ્ઞાન કહેવાય. પોતાના સ્વરૂપનો નિશ્ચય અને રુચિ ન થાય તો નવપૂર્વનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ બને છે. સ્વરૂપનું જ્ઞાન તે સામાન્યોપયોગ છે. સ્વભાવરૂપ ગુણોનું જ્ઞાન તે વિશેષપયોગ છે. સ્વરૂપ અભિમુખ વીર્યપ્રવૃત્તિ તે ક્રિયા નિશ્ચયથી છે. પોતાના સ્વરૂપને પ્રગટ કરવાને અભિમુખ બનેલું વીર્યને વાસ્તવિકતા ક્રિયા કહેવાય. દર્શન-પ્રતિક્રમણ, પડિલેહણાદિ ક્રિયા કરતાં મારા આત્માનું જ્ઞાનસાર-૩ || ૧૫ર