________________ કઈ રીતે બચાવીશું? ધર્મના આદરના કારણે લોકો અમને પ્રેમથી વહોરાવે છે. તો વાપરીને જો સાધનામાં શકિત ન વાપરીએ તો ખૂબ ભારે થઈએ છીએ. તેમનો વિશ્વાસઘાત થાય છે. ધર્મનો લાભ મેળવવા માટે તેઓને ધર્મલાભ આપ્યો છે. તેથી આ ગોચરીરૂપ સાધનાનો ધર્મ મેળવવા માટે ઉપયોગ કરવાનો છે. બીજાની પ્રવૃત્તિ માટે આપણે ખૂબ જાગૃત છીએ - સ્વ માટે ઉંઘતા છીએ. દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્યએ આત્માના મહત્વના ગુણો છે. સાધુપણું સ્વીકારવામાં સૌ પ્રથમ સંવત્સરી દાનને શા માટે અને તે શું સૂચવે છે? ધન અનર્થકારી છે તેને તું છોડીને જઈ રહ્યો છે. સમગ્ર પુદ્ગલ વસ્તુ જ પર છે. જે આત્માની નથી ક્ષણિક અને નાશવંત છે. તે પરમાં મોહને જોડતો નહીં અને શાશ્વત એવા આત્માને સ્વરૂપ અને સ્વભાવને પામવાનો જ સાધુપણામાં પુરૂષાર્થ આદર તો જ તું શાશ્વત એવા પરમ સુખને પામીશ. અને કર્મરૂપી સંસારથી સંપૂર્ણ મુકત બનીશ. સંવત્સરી દાનદેતાં આત્માને આઅવાજ સંભળાશેખરો? મારે સમગ્ર પરને છોડવાનું છે એની રટણા પ્રતિપળ અંતરમાં ચાલતી રહેશે ખરી? ન છૂટી શકે તો તેનો પશ્ચાતાપ થશે ખરો? જો જવાબ 'હા' છે તો પરમપંથને પામવાની તારામાં યોગ્યતા છે તેમ સમજવું. સમગ્ર પરનું દાન કરીશ તો પરમની પ્રાપ્તિ કરીશ. અરૂપીને અરૂપીનું જ દાન થાય. આત્મા અરૂપી છે. પ્રતિ સમય આત્માને જ્ઞાનનું દાન કરે. પોતાને પોતાના જ્ઞાનાદિ ગુણોનો જ પોતાને લાભ થાય છે. જ્ઞાન-દર્શનનો ભોગ થાય. સમયાંતરે ઉપયોગમાં આવે છે માટે. ચારિત્રના પરિણામને નિરંતર માણવાનો છે તેથી તે ઉપભોગમાં આવે. આત્મવીર્યનું ગુણોમાં પ્રવર્તમાન થવું તેનિશ્ચયથી ક્રિયા. જ્ઞાનસાર–૩ // 149