________________ એ યોગ સંન્યાસ છે. અતાત્ત્વિકધર્મ સંન્યાસ પ્રવજ્યાકાલે હોય છે. કારણ કે ત્યારે ઔદયિક ભાવરૂપ અશુભ ધર્મનો ત્યાગ થાય છે. તાત્ત્વિકધર્મ સંન્યાસ ક્ષપકશ્રેણિમાં આઠમા ગુણઠાણે હોય છે. કારણ કેક્ષપકશ્રેણિમાંક્ષાયોપથમિક ભાવના ક્ષમાદિ ધર્મનો ત્યાગ થાય છે. યોગ સંન્યાસ ૧૪મા ગુણઠાણે શૈલેષી અવસ્થામાં હોય છે. ત્યાં ત્રણે યોગોનો ત્યાગ થાય છે. યોગ રહિત બનેલો આત્મા મોક્ષમાં જાય છે. આ પુરુષાર્થમાં એક આવર્જીકરણ રૂપ ક્રિયા પણ છે. અર્થાત્ કેવલી સમુદ્યાત કરે. આયુષ્ય કર્મ કરતાં બીજા ત્રણ કર્મોની સ્થિતિ વધારે હોય તો તેને સમ બનાવવા બાકીના કર્મોને ખપાવવા આ ક્રિયા કરે તેથી ચારેય અઘાતિ કર્મો એક સાથે જશે. શરીરનો સંપૂર્ણ મોહ છૂટે ત્યારે જ જીવ ક્ષપકશ્રેણિ માંડી શકે અન્યથા નહીં. મોહને ઘટાડવા માટેની જ સર્વ સાધના છે. મન-વચન-કાયાના વ્યાપારને શુભબનાવવા સમસ્ત યોગોમાં વીર્ય જતું અટકાવે અને અપૂર્વ એવા પુરુષાર્થ દ્વારા આત્મવીર્યને યોગમાં પ્રવર્તતું અટકાવી આત્મવીર્યને આત્મામાં લઈ જવું. ૧૪માગુણઠાણે જીવ અયોગી દશાને પામે છે અને નિર્ગુણ બને છે એટલે અન્યના મતે જ્ઞાનાદિ ગુણથી રહિત બની જાય છે. નિર્મળ - નિરંજન-નિરાકાર બની જાય છે. શરીરથી પૂર્ણ છૂટવાનું હમણાં શકય નથી, જ્યાં સુધી આયુષ્ય કર્મનો ઉદય હોય ત્યાં સુધી શરીર રહે પણ મોહના પરિણામથી વેગળા બની શરીરથી છૂટી શકાય. મમત્વ જાય તો સમત્વ આવે. મોહથી ઘેરાયેલા આત્માએ છઘસ્થાવસ્થામાં જ વીતરાગતા મેળવવાની છે. આત્મામાં નિમિત્તો સદા માટે રહેવાનાં છે. ફકત શેયના જ્ઞાતા બનવાનું છે. 14 રાજલોક પુદ્ગલના સંયોગથી ભરેલો છે. તેનામાં આપણે રહેવાનું છે. મારે મારા આત્માને કેળવવાનો છે. એ જ સાધના શરૂ કરવાની છે. તેની માટે સર્વજ્ઞએ સર્વવ્યવહાર–આચારો બતાવ્યા છે. તેના પાલન દ્વારા કર્મની નિર્જરા જ્ઞાનસાર-૩ || 144