________________ ગાથાર્થઃ લાયોપથમિક ધર્મનો ત્યાગી યોગના નિરોધથી સર્વયોગોનો પણ ત્યાગ કરે આ પ્રમાણે બીજાએ કહેલ ગુણરહિત આત્મા પણ ઘટે છે. મિથ્યાત્વ અવિરતિ અને કષાયનો પરિણામ સાધ્યની સિદ્ધિ થવામાં બાધક બને છે. વીતરાગ અવસ્થા પામવામાં કષાય બાધક બને છે. આ ત્રણે ક્રિયારૂપે છે. મોહનો પરિણામ તેમાં ભળેલો હોવાથી આ ત્રણે ક્રિયા સ્વરૂપમાં બાધક બને છે. કુદેવ - કુગુરુ - કુધર્મ - સર્વજ્ઞ કથિતથી જે વિરુદ્ધ છે તેની જીવ સેવના ઉપાસના કરતો હોય ત્યારે આત્મવીર્ય તેમાંભળેલું હોવાથી અને એ બાહ્ય ક્રિયારૂપ હોવાથી બાહ્ય બાધક બને છે. શુદ્ધ દેવાદિના આલંબનથી આરાધના દ્વારા આશ્રવનો રોધ થતો અને આત્મામાં સંવરના પરિણામ પ્રગટ થતાં હોય તો એ ક્રિયા સાધક છે નહિતર સારું આલંબન પણ આપણી અયોગ્યતાના કારણે બાધક રૂપ બને છે. પોતાના સંપૂર્ણ ગુણોમાં લબ્ધિ વીર્યપરિણમન પામે ત્યારે તે અત્યંતર ક્રિયા સાધન બને છે. આમાં માત્ર ગુણોનો અનુભવ કરવાનો છે. આ ક્રિયાનો ત્યાગ નથી કરવાનો કેમ કે તે કર્મબંધનું કારણ બનતી નથી. મિથ્યાત્વ અવિરતિ કષાયનો ત્યાગ કર્યા બાદયોગનો ત્યાગ કરવાનો છે. આ ત્રણ સંપૂર્ણ હેય છે. કેમ કે તેમાં મોહજન્ય અવસ્થા ભળેલી છે. તેથી આ ત્રણેયનો ત્યાગ થાય તો જ યોગોથી છૂટકારો થઈ શકે. જિનની પૂજા કરવી એટલે શું? રાગ-દ્વેષથી દૂર થવુંએ જિનની સાચી સેવા છે. મતિ–શ્રતરૂપ જ્ઞાન ગુણ વડે કેવલજ્ઞાનની પૂજા કરવાની છે. જીવરાશિને સંપૂર્ણ ઉપાદેય અને અજીવને સંપૂર્ણ હેય માને તો કામ થાય. પરમાત્માના બે દેહ છે. (1) પુષ્ય દેહ (2) તત્વ દેહ (1) પુણ્ય દેહ–બાહ્ય રૂપે પરમાત્માના ૮પ્રાતિહાર્યો, 4 અતિશયોઆ બધી પરમાત્માની બાહ્ય પુણ્ય પ્રકૃતિ છે. આથી શ્રાવકે પુણ્ય દેહ રૂપ પરમાત્માની ભક્તિ કરતાં કરતાં તત્ત્વદેહમાં પ્રવેશ મેળવવાનો છે. જ્ઞાનસાર-૩ || 142