________________ આત્મા પ્રત્યે શ્રદ્ધા–દઢતા વધુ તેટલી નિર્ભયતા વધુ. શરીરને એની જરૂરિયાત વિના વધારાનું આપવામાં આવે એટલે પ્રમાદ થાય જ. આથી શરીરનો સાધનરૂપે ઉપયોગ જ કરાય. આપણી ક્રિયા કર્મબંધના રોધરૂપે હોય તો તે આશ્રવરૂપેનબનતાં સંવરરૂપ બની જશે અને પછી સમતારૂપબની નિર્જરાનું કારણ બને. આચારનું કાર્યપ્રચાર નહીં પણ આચાર દ્વારા આત્માનુભવની પ્રાપ્તિ છે. ઓઘો કોના માટે? પરના ઉપકાર માટે કે સ્વના ઉપકાર માટે? વર્તમાનકાળમાં આચારને પ્રચારનું કાર્ય બનાવી દીધું છે, તેથી આપણું લક્ષ ચૂકાઈ જાય છે. પોતાના આચારમાં હોઈએ તો પોતાની મેળે પ્રભાવના થાય. આત્મા છું. મારે મારા આત્માને અનુભવવો છે એ લક્ષ જોઈએ. આચારનો પ્રભાવ પહેલા આપણી ઉપર પડવો જોઈએ પછી જગત ઉપર પડશે. પરિસ્થિતિ આપણે ફેરવવાની છે. સર્વજ્ઞના વચનને વારંવાર ઘૂંટીને આત્મામાં પરમાનંદનો રંગ ચઢાવવાનો છે. શિષ્ય પ્રતિસમય ગુરુ સાથે રહે અને તેમનાચિત્તને પ્રસન્ન રાખે તેથી ગુરુના ગુણોનો વિનિયોગ સતત તેનામાં થાય. મારે મારા આત્માને ગુણ વૈભવથી યુક્ત બનાવવો છે એ લક્ષ સતત જોઈએ. માટે મારા દોષો દૂર કરવા છે માટે જ મને ગુરુનું શરણ છે. માન કષાયના કારણે આત્મા કયાંય શરણભૂત બનતો નથી. આથી માનને તોડવા ગુરુને સર્વસ્વ માની બધું પૂછી–પૂછીને કરે. માટે જ બહુવેલ સદિસાહૂ - બહુવેલ કરશું ના આદેશ ગુરુ પાસેથી લેવાય છે. જો જાતનું મહત્ત્વ જાય તો સારું શરણાર્થીપણું પ્રગટે...સ્વચ્છંદતાને તોડવા માટે ગુરુનું શરણ છે. "માનાદિક શત્રુ પણ નિજ ઈદે ન મરાય, જાતા સદગુરુ ચરણમાં અલ્પ પ્રયાસે જાય." (શ્રીમ) જ્ઞાનસાર-૩ || 140