________________ અત્યંતર બાધકકિયાઃ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અસંયમ. જેમાં મિથ્યાત્વ ભળે એટલે આત્માની વિચારધારા વિપરીત રૂપે પ્રગટ થાય. વિર્યથી થતી વિપરીત ક્રિયા સાધ્યની સિદ્ધિને બાધક છે. બાહ્ય બાધક કિયાઃ કુદેવ - કુગુરુ અને કુધર્મની સાધના તે બાધક બાહ્ય ક્રિયા છે. કેમ કે તે કર્મબંધના કારણરૂપ છે. આત્મવીર્યપરમાં પરભાવ તરફ પ્રવર્તે માટે તે સ્વભાવની વિરુદ્ધ ક્રિયા કરાવનાર હોવાથી બાધક ક્રિયા છે. સાધકકિયા કઈ શુદ્ધદેવ-ગુરુ ધર્મનું સેવન કરવા દ્વારા આશ્રવનો નિરોધ થાય અને તે ક્રિયા સંવરરૂપ બને. ગુણનું લક્ષ કેળવી ગુણમય બનવા તરફનો પ્રયત્ન હોય તો તે પ્રશસ્ત ક્રિયા હોવાથી કષાયો પાતળા બને છે. આશ્રવનો રોધ થાય તો સંવર થાય તે ક્રિયા સમતાનું કારણ બને. 3 નાની મોટી ક્રિયામાં મોક્ષનું લક્ષ હોય. (1) પોતાના સ્વરૂપને પ્રગટ કરવાનું લક્ષ જોઈએ. વર્તમાનમાં પોતાનું સ્વરૂપ નામ આયુષ્ય ગોત્ર અને વેદનીય કર્મથી આવૃત્ત થયેલું છે તેવો ખ્યાલ હોય. આત્મા દેહાતીત રૂપાતીત છે, અવ્યાબાધ - અગુરુલઘુ છે. દેહમાં રહેવાનો આત્માનો સ્વભાવ નથી આત્માને કર્મથી રૂપ મળ્યું છે. આત્મા પીડા ભોગવનાર નથી, અવ્યાબાધ છે છતાં વર્તમાનમાં શાતા - અશાતાને ભોગવી રહ્યો છે. આ બિડાયેલા સ્વરૂપને પ્રગટ કરવાનું લક્ષ જોઈએ. (2) પોતાના સ્વભાવને અનુભવવાનું લક્ષ જોઈએ. ક્રિયા કરતી વખતે શરીરનો કોઈપણ પ્રકારે મમતા કે ભય પ્રગટ ન થાય. મમતા કે ભય પરિણામ ન હોય તો સમતાનો પરિણામ ટકી શકે. શરીર ગમે તેવું હોય પણ જો આત્મા બળવાન હોય તો આરાધના બરાબર થઈ શકે. જ્ઞાનસાર-૩ // 139