________________ ક્રિયા પ્રધાન બને છે. કેવલી પણ જ્યાં સુધી યોગ સાથે જોડાયેલા છે ત્યાં સુધી યોગને ગ્રહણ કરે અને ત્યાગ કરવારૂપ ક્રિયા કરે. જ્યાં સુધી પર વસ્તુનું ગ્રહણાદિ કરવાનું ચાલુ છે ત્યાં સુધી આત્મામાં ચંચળતા રહેવાની પણ જ્યારે ૧૪મા ગુણઠાણે બાધક કે સાધક ક્રિયાઓનો વિરોધ કરે અર્થાતુ છેલ્લે જ્યારે આત્મવીર્યને કાયયોગથી છોડાવી આત્મામાં જ સ્થિર કરે છે ત્યારે જીવ સ્વભાવગત સ્થિરતા પામે છે. અર્થાત્ યોગાતીતુ અવસ્થા એટલે આત્મવીર્યનુ ગુણોની પૂર્ણતા અને અસંખ્ય આત્મ પ્રદેશોમાં સદા માટે પ્રવર્તન થવા રૂપ આત્મ પ્રદેશોની નિશ્ચલ અવસ્થા. આત્માનો ગુણ જ્ઞાન છે. જ્ઞાન ગુણનું કાર્ય શેયના જ્ઞાતા બનવાનું છે. સૌ પ્રથમ પોતાનો આત્મા જ શેય બને છે. શેય સામાન્ય અને વિશેષ સ્વભાવવાળું છે. સામાન્ય એ સ્વરૂપ કહેવાય અને વિશેષ એ સ્વભાવ કહેવાય. જે એક દ્રવ્યમાં હોય અને તે બીજા દ્રવ્યમાં પણ હોય તો તે સામાન્ય ગુણ કહેવાય. જેમ કે આત્મા અરૂપી છે તેમ આકાશ દ્રવ્ય પણ અરૂપી છે. માટે અરૂપી સામાન્ય કહેવાય. જે એક દ્રવ્યમાં હોય તે બીજામાં ન હોય તે વિશેષ ગુણ કહેવાય. જેમ જ્ઞાન ગુણ જીવ દ્રવ્ય સિવાય બીજા કોઈ દ્રવ્યમાં નથી માટે જ્ઞાનગુણ વિશેષ કહેવાય. | કિયા બે પ્રકારે (1) દ્રવ્યથી અપ્રમત્ત વિધિપૂર્વકની ક્રિયા હોય તે. (2) ભાવથી અપ્રમત્ત જ્ઞાનના ઉપયોગમાં પોતાના આત્મા અને શરીરનો ભેદસ્વરૂપ, ઉપયોગ પૂર્વકદેહાધ્યાસ છૂટે અને આત્મા સ્વગુણોની અનુભૂતિ કરતો અર્થાત્ આત્મવીર્યજ્ઞાનમાં જોડાય તો તે સ્વપર પ્રકાશક બને અને મોહ છૂટો થાય તો ભાવથી અપ્રમત્ત કહેવાય. જ્ઞાનસાર–૩ // 137