________________ ભગવાનના તે વચનનું આલંબન લીધું તે વચન ક્ષમા અને ધર્મક્ષમા એટલે ક્ષમા જ મારો સ્વભાવ છે, તેવી દઢ શ્રધ્ધા હોય તો સહજ રીતે ક્ષમા થઈ જાય. આવા લક્ષ્યપૂર્વક ખમાસમણ અપાય તો સારું ખમાસમણ થયું કહેવાય. હમણાં વચન ક્ષમા દ્વારા સ્વભાવ ક્ષમાનો અભ્યાસ કરું છું. વચન ક્ષમાનું પાલન કરીએ તો આપણે ઠા ગુણઠાણે છીએ. મારે ધર્મક્ષમા સુધી પહોંચવાનું છે.૧રમા ગુણઠાણે એ ઉપયોગ પણ સાથે આવવો જોઈએ. ચંદનને કાપો–છેદો–બાળો તો પણ તેની સુગંધ જેમવિસ્તરતી જાય તેમ સાધુપણ જેનામાં છે તેવા સાધુને કોઈ બાળ કાપે તો પણ તેમાં રહેલી સહજ ગુણ સૌરભવિસ્તરતી જ જાય છે. કેમકે તેમનું લક્ષ ધર્મક્ષમાને પામવાનું ક્ષમાએ સાધ્ય છે. ક્રિયારૂપ શ્રમણપણું એ સાધન છે. આપણે સાધનને પામી આપણી જાતને મોટી માની લઈએ છીએ તેથી સાધ્ય સુધી પહોંચી શકતાં જ નથી. વાપરતી વખતે પસંદગી, સ્વાદ, આકાર, રંગ પર ધ્યાન ન હોય ફક્ત પેટને ભાડું આપું છું એવો ભાવ આવે તો ઈદ્રિયો ઉપર કાબુ આવે. સંયમનું લક્ષ હોય તો ફરિયાદ ઊભી ન થાય. વંદન કરતાં શરીરની મમતા તૂટે તેથી વંદન કરતી વખતે આત્માઆત્માને વંદન કરે. કેમ કે ગુણને રહેવાનું સ્થાન આત્મા જ છે, તે જ ચારિત્રાચાર છે. ક્ષમા અને શ્રમણ સિવાય બીજી બધી ઈચ્છાઓનો ત્યાગતતપાચાર. મોહનોવિગમથવાથી કષ્ટમાં પણ ગુણોમાં રમણતા થાય તેવું લક્ષ તેતપાચાર. પંચાચાર વિના સાધ્વાચાર છે જ નહીં. પંચાંગ પ્રણિપાત સત્તર સંડાસાપૂર્વકખમાસમણ બરાબર થાય તો વીર્યાચાર આવે. આત્મવીર્યગુણોમાં પ્રવર્તમાન હોય ત્યારે બંધ પ્રત્યયિકી બાહ્ય ક્રિયા ગૌણ બને છે અને અત્યંતર જ્ઞાનસાર-૩ // 136