________________ મિથ્યાત્વના કારણે અનાદિના સંબંધો જોડાયા છે. તે સંબંધોથી ન્યારા બની આત્માએ આત્મા સાથે સંબંધ જોડવાનો છે. ગુરુમાં ગુરુનો આત્મા અને પોતાનામાં પોતાનો આત્માદેખાવો જોઈએ શરીર નહીં. દા. દીયતે, ક્ષા - ક્ષીયતે - દીક્ષા. દાન-મમતાનું દાન-અભયદાન. અભયદાન ક્યારે કરી શકો? કાયાની મમતા છે તેના માટે જ તો કેટલાય જીવોનો સંહાર કરી રહ્યાં છો? આથી જ્યારે કાયા પરની મમતાનું દાન થશે તો ક્ષા.ક્ષીયતે = કર્મોનો ક્ષય થશે અને આત્માસ્વસ્વભાવમાં સ્થિરતા પામશે. આપણામાં ગુણાનુરાગીપણું નથી આવ્યું તેથી જ બીજાના દોષો દેખાય છે.મિથ્યાત્વની પરિણતિ જામેલી છે તેથી સામેની વ્યક્તિમાં ગુણો દેખાતા નથી. દોષોમાંથી પણ નાનો એવો ગુણ શોધી લેવાનો છે. આમ કરવા દ્વારા પોતાના જ ગુણોની વૃદ્ધિ કરવાની છે. જેમ કે કૃષ્ણ મહારાજા કૂતરીના બધા અંગો સડી ગયાં છે, દુર્ગધ મારે છે, તેમાંથી પણ કૃષ્ણ મહારાજાએ તેની દંત પક્તિના વખાણ કર્યા કે કેવા ઉજળા દાંત છે! આને ગુણ ગ્રાહ્યદષ્ટિ કહેવાય. સમ્યગ્દર્શનનો પરિણામ હોય તો આત્માને ગુણ દષ્ટિ જ ઉપાય લાગે તેથી તે સામેનામાંથી ગુણોની જ શોધ કરશે. સામેના આત્મામાં પ્રગટ દોષો દેખી તેના પર દ્વેષ ન આવતાં કરુણાનો પરિણામ આવે. દોષોને દૂર કરવા માટે સાધુપણું લેવા છતાં હજી હું સફળ નથી બન્યો એમ જાણી પોતાના આત્મા પર મહાકરુણા આવે અને પોતાના દોષો દૂર કરવા તે સાવધાન બની જાય. બીજા પર દ્વેષ કરવાથી તેનામાં રહેલા દોષો આપણામાં આવતાં વાર નથી લાગતી. ગાથા : 7 યોગસંન્યાસત્યાગી, યોગાનપ્યુબિલાચજે, ઈત્યેવં નિર્ગુણં બહા, પરોક્તમુપતે છા જ્ઞાનસાર–૩ / 141