________________ (2) તત્ત્વદેહ –પરમાત્માએ જે જીવાદિતત્ત્વો કહ્યાં છે તેનો યથાવસ્થિત બોધ, શાસ્ત્ર દ્વારા પરમાત્માના ગુણો જાણીને ગુણની પૂજા તેને તત્ત્વ દેહ કહેવાય છે. સાધુને તત્ત્વદેહની પૂજા 24 કલાક ફરજિયાત છે. તત્ત્વદેહની પૂજા અંતરંગ ભાવ વડે થઈ જ જાય, કરવી ન પડે. જે હમણાં યોગોથી છૂટા થવાની પ્રક્રિયા કરે છે તે જલદી યોગથી રહિત થઈ શકે. પુરુષાર્થ સ્વભાવમય બનવાનો હોવો જોઈએ. આનંદની અનુભૂતિ થવી એ પ્રથમ લાભ છે. રાગદ્વેષથી જેટલા અંશે દૂર થવાય તેટલા અંશે જિનની પૂજા કરાય છે. मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे / આત્માના ગુણમય બનવાના જે બાધક પરિણામો છે, શરીર-સંપત્તિ વગેરે સંયોગોની મમતા તે સર્વને છોડતો જાય અને સાધક પરિણામને સાધતો જાય. ઈલાચી પુત્ર દોરડા પર નાચતાં નાચતાં સામે નજર પડે છે મહાત્માને પતિની નારી વહોરાવી રહી છે મોદક લો લો કહે છે ત્યારે મહાત્મા નીચા નયણે જ ના કહી રહ્યાં છે. તેમનામાં જે નિર્વિકારતા જોઈ તે અંતરને સ્પર્શી ગઈ. આત્મા જાગી ગયો. વિશુદ્ધ ભાવોમાં ચઢી ગયા સ્વભાવમય એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી. આમ ક્ષાયોપથમિકભાવ છોડી ક્ષાયિક ભાવને પકડે. યોગ સંન્યાસી બનવા માટે બાહ્ય અભ્યતર સમસ્ત પરભાવનો ત્યાગ કરવો પડે. પછી બાહ્ય સાધક ક્રિયાનો પણ ત્યાગ કરી માત્ર ગુણમય બનવાનો પુરુષાર્થ કરે તે પહેલા ધર્મ સંન્યાસ આવે પછી યોગ સંન્યાસ આવે. ધર્મ સંન્યાસ - યોગ સંન્યાસઃ(૧) ધર્મ સંન્યાસ - તાત્ત્વિક અને અતાત્વિક એમ બે ભેદે છે. ઔદયિકભાવ રૂપ ધર્મનો સંન્યાસત્યાગએ અતાત્ત્વિકધર્મસંન્યાસ છે. ક્ષાયોપથમિક ભાવ રૂપ ધર્મનો ત્યાગ એ તાત્ત્વિકધર્મસંન્યાસ છે. (2) યોગ સન્યાસ - મન, વચન અને કાયા. આ ત્રણે યોગોનો ત્યાગ જ્ઞાનસાર-૩ || 143