________________ આ તીર્થની પરંપરા કોણ ચલાવશે? પંચવસ્તકમાં કહ્યું છે કે જે વ્યવહાર અને નિશ્ચયને અથવા જ્ઞાન અને ક્રિયાને સમ્યગુ રીતે સમજી આત્મામાં પરિણમાવશે તે જ આત્મા તીર્થની પરંપરાને ચલાવશે. આત્માનું કાર્ય મોહથી દૂર થવાનું છે. નહિતર મોહ પરમાં આત્માને ખેંચી જઈભાન ભૂલાવે છે. તેથી હું આત્મા છું તેની રુચિ જગાડી કર્મ-કાયાકષાયોથી મુક્ત બનતા જવાનું છે. આ ભાવ તે જ સમ્યગદર્શન. - જ્યારે આત્મ પ્રદેશમાં આત્મવીર્ય પ્રવેશી જાય ત્યારે તે આત્મામાં સ્થિર બને છે. "જિનદર્શન કરતાં પ્રગટેનિદર્શન." તારા સ્વરૂપ અને સ્વભાવને પામવામાં પ્રમાદ ન કર. પ્રથમ સંઘયણ 1 થી 4 ગુણઠાણે બંધાય છે. આત્મ પ્રદેશોમાં જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ ગુણો રહેલાં છે. તે દરેક ગુણોમાં આત્મવીર્યપ્રવર્તમાન કરવાનું છે. આત્મવીર્યનો વેડફાટન થાય માટે આત્મવીર્યને આત્મામાં જોડાવાનું. જેમાં જેને રસતેમાં તેનું મન વસી જાય. કરણ વીર્ય રૂપ બાહ્ય ક્રિયામાં કોઈ બાધક બની શકે પણ અત્યંતર ક્રિયામાં કોઈ બાધક ન બની શકે. બે પ્રકારે કિયા - સાધક અને બાધક. જે કરણવીર્ય અને લબ્ધિવીર્ય રૂપે છે. (1) કરણવીર્યઃનામકર્મના ઉદયથી આત્માને પ્રાપ્ત થયેલા યોગો સાથે જ્યારે આત્મવીર્યભળે ત્યારે તે કરણવીર્ય કહેવાય છે તેબાહ્રક્રિયારૂપ (2) લબ્ધિ વીર્ય ગુણો સાથે આત્મવીર્યભળે ત્યારે તેલબ્ધિવીર્ય કહેવાય તે અત્યંતર ક્રિયારૂપ બને છે. જ્ઞાનસાર-૩ || 138