________________ B ઉપકાર બે રીતે ઉતારી શકાય. (1) માતા-પિતા મિથ્યાત્વને પામેલા હોય તેને માર્ગે ચઢાવે તો (2) સમકિત પામ્યા પછી માર્ગથી પતિત થયા હોય તેને માર્ગે ચઢાવે તો. જીવ જ્યાં સુધી પરભાવમાં છે ત્યાં સુધી આત્મપ્રદેશોની ચંચળતા રહેવાની. શુભાશુભ ઉપયોગ એ ચંચળતા છે. એ ચંચળતા દૂર કરવા અશુભભાવનો ત્યાજ્ય છે જ, પણ શુભભાવમાંથી શુદ્ધ સ્વભાવમાં જવાનો પુરુષાર્થ કરવાનો છે. આત્મવીર્યએ સ્વગુણોમાં જ રહેવાનું છે. તે વીર્ય પરમાં જો વેડફાઈ જાય તો આત્મા નબળો પડે. આહાર વધુ વાપરે તો આત્મવીર્યએ તેને પચાવવાનું કાર્ય કરવું પડે છે એટલે આત્મવીર્ય પરમાં વેડફાઈ જાય છે. તપમાં આત્મા બળવાન બને છે કેમ કે આત્મવીર્યપરમાં નવપરાતાં સ્વમાં જ વપરાય છે. કારણકે આત્મવીર્ય આહારને ગ્રહણ પરિણમન કરવામાં નથી વપરાતું અરિહંત, કેવલી, સિધ્ધના આત્માઓ પોતાનામાં નિરંતર રમી રહ્યાં છે. તેમને યાદ કરી હેયનો ત્યાગ કરવાનો છે, ઉપાદેયનો સ્વીકાર કરવાનો છે. પાંચે આચારો વ્યવહારથી ગ્રાહ્ય છે. નિશ્ચયથી તેને પણ છોડવાનાં છે. નિશ્ચયથી એક પણ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય નથી. વ્યવહારથી આત્માના સ્વભાવને પ્રગટ કરવામાં કારણભૂત આચારને ગ્રહણ કરવાના છે. જ્ઞાનાચારની આરાધના કરતાં કરતાં નિર્વિકલ્પ દશા પામવાનું લક્ષ જોઈએ નહિતર આટલા બધાને ભણાવી મેં તેના પર કેટલો બધો ઉપકાર કર્યો એ અહંકારનો ભાવ આવી જશે પણ હું આ આચાર દ્વારા મારા સ્વભાવમાં આવ્યો કે નહીં? જો આવે તો પ્રમોદભાવ પ્રગટ થાય અને ન આવે તો પશ્ચાતાપનો ભાવ પ્રગટ થાય પણ અહંકારને કયાંય સ્થાન નહીં મળે. જ્ઞાનસાર–૩ || 134