________________ થયું. મોહનીયનો ઉદય થયો ને ફળસ્વરૂપે દરિયામાં મરણને શરણ થઈ, ૭મી નરકે ગયો. પ્રતિમાનું કાર્ય પ્રતિબિંબ પાડવાનું છે. આપણા આત્માને તેમાં જોવાનો છે કે હે પ્રભુ!ક્યાં તારી શુધ્ધ અવસ્થાને કયાં કર્મમલથી ખરડાયેલો એવો હું આવું વિચારતાં જ્ઞાનોપયોગની શુદ્ધિ થશે. આથી પરમાત્માના દર્શન કરતાં જ્ઞાનાવરણીય કર્મનો અને મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ થયો તો દર્શન સફળ થયું. નહિતર દર્શન માત્ર પુન્યબંધનું કારણ થશે. મારો આત્મા હજુ અપૂર્ણ છે, આથી મારી સાધના હજી અધૂરી છે. આ વાત સતત લક્ષમાં હોય તો મોહરાજા ફાવશે નહીં. નહીંતર જીવ સાધનામાં અટવાઈ જશે અને ઘણું કર્યું એમ માની ગર્વ કરશે. સ્વભાવની સન્મુખ લઈ જનારો ભાવ એ પ્રશસ્તભાવ છે. તેને પણ કાઢવા અને સ્વભાવને પામવા માટે સાધના કરવાની છે. સાધુ ભગવંતને પરમાત્માના દર્શન કરતાં કેવલજ્ઞાન પ્રગટ કરવાનો શુભ ભાવ જાગે તો તે પણ વિકલ્પ છે. તેની માટે ચારિત્રનું પાલન કરે તન્મય બની ૭મા ગુણઠાણે ચઢે ત્યારે વિકલ્પ જાય. તે મય બની જાય ત્યારે વિકલ્પો ન થાય. ડોકટર અને વકીલ ન બને ત્યાં સુધી તે બનવાના ભાવ રહે. તે બની ગયા પછી તે બનવાના ભાવ રહેતા નથી. મોહ આત્માંથી જેમ જેમ છૂટે તેમ તેમ વિકલ્પો ઓછા થતા જાય. શુભ વિકલ્પો પણ હેય જ છે. જ્યારે અશુભવિકલ્પોતો સુતરાં હેય જ છે. શાન શા માટે ભણવાનું? "આત્મ તત્વ અનંતાજી, આગમ વિના ન જણાય, તે પ્રગટ કરવા ભણીજી, શ્રત સજજાય ઉપાય." ગાવા (પૂ. દેવચંદ્ર વિજયજી મ.) તત્ત્વોની પ્રતીતિ તે તે સ્વરૂપે ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવાનો જ્ઞાનસાર–૩ // ૧૩ર