________________ "પદ પ્રભુ! તુજ મુજ અંતર, કિમ ભાંજે હો ભગવંત! જીવ સરોવર વાધશે છે, આનંદધન રસ પૂર!!" (પૂ. આનંદઘનજી મ.). સાધુ ભગવંતોએ માત્ર શુભ ધ્યાન નથી કરવાનું પણ હવે શુધ્ધ ધ્યાન કરવાનું છે. સૂત્ર બોલતાં કાના–માત્રા વિ. આંખો સામે આવે તેથી તે શબ્દ ધ્યાનમય થાય. તેના દ્વારા અર્થધ્યાન થાય પછી પ્રભુ ધ્યાન (સ્વભાવ) આવે તેથી અપૂર્વનિર્જરા થાય. પરમાત્માનું વચન તત્ત્વમય છે તેથી તત્ત્વ દ્વારા તેને સમજી શકાય. બૌધ્ધ ગોવિંદાચાર્યે ત્રણ વાર વાદમાં જીતવા માટે જૈન દીક્ષા લીધી. પછી આચારાંગ વાંચતા–વાંચતા આત્મામાં જીવની સિધ્ધિ થઈ ગઈ અને પછી ભાવથી સર્વજ્ઞકથિત દીક્ષા ગ્રહણ કરનારા બન્યા. શ્રુતમાં જે તન્મય બની સાંભળે તેને સામાયિકનો લાભ મળે. જ્ઞાનાચારાદિઆચારો જ્યાં સુધી કૈવલ્યસ્વભાવરૂપ પૂર્ણતાનપ્રગટે ત્યાં સુધી સેવવાનાં છે. જેમાં દોષોની હાનિ અને ગુણોની વૃધ્ધિ થાય તેને સમ્યમ્ આચાર કહેવા. જ્યાં સુધી શુભાશુભ ઉપયોગ છે ત્યાં સુધી આચારનું પાલન જરૂરી છે. કેમ કે ત્યાં સુધી મોહ છે તેથી વિકલ્પ દશા ચાલુ છે. સંપૂર્ણ નિર્વિકલ્પદશા પ્રગટ થાય ત્યારે આચારોનું પ્રયોજન નરહેવાથી તે છૂટી જાય છે. ક્ષાયોપથમિક ભાવમાં આત્મા પોતાના પૂર્ણ સ્વભાવ દશામાં નથી તેથી તેમાં શુભાશુભવિકલ્પો રહેવાના. મિથ્યાત્વના ઉદયમાં આત્માને પૂર્ણતા બહાર દેખાય છે તેથી તે સુખ માટે બહાર દોડે છે. સુભૂમ ચક્રવર્તી છ ખંડ જીત્યા બીજા છ ખંડ જીતવાની ઇચ્છા થઈ. આ ઈચ્છા કેમ જાગી? મિથ્યાત્વના કારણે અને અનંતાનુબંધી લોભના અંદરની પૂર્ણતાન ઓળખાઈ માટે બહાર પૂર્ણતા મેળવવા બીજા છખંડ જીતવાનું મન જ્ઞાનસાર-૩ // 131