________________ આપણા ગુણોને પૂર્ણ પ્રગટ કરવા માટે પૂર્ણ એવા પરમાત્માને વંદન કરવાની છે. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરું? ઈચ્છે. અહીં પ્રણિધાન કયું? સ્વભાવના લાભ માટે ચૈત્યમાં રહેલા વીતરાગદેવને વીતરાગ બનવા વંદન કરું. પ્રણિધાન એટલે સાધ્યની સિધ્ધિ માટેનો નિર્ણય. 'અહો! અહો! હું મુજને નમું. આત્માએ આત્મામાં રહેલા ગુણોને નમન કરવાના છે. પૂર્ણચૈતન્યદેવ એવા અરિહંત સિધ્ધને વંદના કરવાની છે. કાયામાંથી છૂટવા માટે કાયાવડે આત્મામાટે આત્મામાં વંદન કરવાના છે. ઈરિયાવહિયમાં જીવોને ખમાવી કાઉસગ્ગ દ્વારા અપ્રશસ્ત કાયયોગને વોસિરાવી દઈએ છીએ. આત્મા સાથે આત્માનો સંબંધ તે જ ધ્યાન યોગ છે. મનવચન-કાયાની એકાગ્રતા એ ધ્યાન છે. બીજા યોગોના નિરોધપૂર્વક જે યોગમાં હોઈએ તે જ યોગમાં રહેવાનું છે. નિસાહિબોલીને દહેરાસરમાં પ્રવેશ કરીએ એટલે પરમાત્માની આંખ સામે આંખ રાખવાની છે. એ આંખમાં શું જોવાનું છે? પરમાત્માની આંખ કેવી પવિત્ર-નિર્વિકાર છે. હવે પરમાત્માને આંખ દ્વારા કશું જોતા નથી, પણ કેવલચક્ષુદ્વારા સમગ્રલોકને એકસમયમાં સર્વદ્રવ્ય અને પર્યાયો સહિત જાણે છે. આત્માની શકિત અનંતી છે. આપણી તે શકિત પર કેટલા બધા પડલ આવી ગયા છે. એવા આપણા આત્માની આપણને દયા આવે ખરી? પરમાત્માની આંખમાં આપણે કેવલજ્ઞાન કેવલદર્શન જોવાનું છે. પરમાત્માએ કેવું પરાક્રમ કર્યું કે જેથી તેમને હવેદ્રવ્ય ચક્ષુથી જોવાનું નથી રહ્યું. હવે જોવા માટે ભગવાનને આખની જરૂર નથી. દિવ્ય આંખથી સર્વ જીવરાશિને સિધ્ધ સ્વરૂપે જુવે છે. પરમાત્માના મુખારવિંદ પર ચક્ષુમાં નિર્વિકારિતા છે. પુગલ દ્રવ્ય પ્રત્યે રતિ–અરતિનો પરિણામ નથી તેથી સમતા રસને માણી રહ્યાં છે. જ્ઞાનસાર-૩ // 130