________________ અધ્યાત્મવિ. પાંચે મોક્ષે જવા માટે નિસરણી સ્વરૂપ છે. પમા ગુણઠાણે રહેલો જીવ કારણ વગરનો વ્યવહાર બંધ કરી દે તો એની જીવો પ્રત્યેની મૈત્રી સાચી ગણાશે. કોઈપણ જીવને પીડા ન અપાય, કોઈપણ જીવ પ્રત્યે દ્વેષ પણ ન કરાય. કોઈપણ પુગલ પ્રત્યે રાગ ન કરાય એ ભાવના પ્રગટે ત્યારે અધ્યાત્મ પ્રગટે. દરેક જીવ જ્ઞાની ધ્યાની જ હોય પરંતુ મોહના આવરણથી તે અજ્ઞાની અને દુર્ગાની બની ગયો છે. તે તે ધર્મ આત્મામાં સ્વભાવરૂપ સહજ પ્રગટી જાય તે નિશ્ચયથી સમ્યકત્વ છે. સ્થાવર જીવને જોતાં જ આ પણસિધ્ધનો આત્મા છે તે પરિણામ પ્રગટી જાય માટે તેમાં રાગ ન થાય. અજીવને જોતાં તેમાં આદર ન આવવો જોઈએ. કદાચ આવે તો પશ્ચાતાપનો ભાવ પ્રગટ થઈ જાય. જેટલું જ્ઞાન દઢ થાય તેટલું સમ્યગદર્શન દઢ થાય. ભગવાનના વચન પર નિર્વિકલ્પ શ્રધ્ધા પ્રગટે. કનકવતીના આત્માએ ભવસ્થિતિની વિચારણા કરતાં કરતાં ગૃહસ્થાશમાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. જીવો બે પ્રકારે છે. ત્રસ અને સ્થાવર. આ ત્રસ અને સ્થાવરપણું પીડા ભોગવવારૂપે પ્રગટ થયું. કેમ કે કર્મ સત્તાની આપેલી દેન છે. સિધ્ધાત્મા સૌથી સુખી. કેમ કે તેઓ કર્મ-કષાય અને કાયાથી મુકત બની માત્ર આત્માના પરમાનંદમાં જ મહાલે છે. વિભાવ સંપૂર્ણ ગયો અને સ્વભાવ સંપૂર્ણ પ્રગટ થઈ ગયો છે. નિગોદના જીવો સૌથી વધુ અવ્યક્તદુઃખી છે. કેમકે સ્થાવરકાયમાં પરાધીનતાનું દુઃખ મોટું–પોતાની ઇચ્છા પ્રમાણે કરી શકતા નથી. દા.ત. વનસ્પતિકાય. ત્રપણું એ પુણ્ય પ્રકૃતિ છે. સ્થાવરકાય. કોઈ પણ પ્રકારની ઇચ્છા ન કરી શકે. એકલા ન રહી શકે. અસંખ્યાત કે અનંતની સાથે જ રહેવું પડે. અકામ નિર્જરા જ થાય માટે પાપ પ્રકૃતિ જ છે. જ્ઞાન સાર-૩ || 128